રેડ-ટુમાં રિતેશ દેશમુખ નકારાત્મક ભૂમિકામાં જોવા મળશે

અજય દેવગણ અને રિતેશ દેશમુખ પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરશે

IRS અધિકારી અમય પટનાયકને લખનઉની એક વગદાર વ્યક્તિ કરોડો રૂપિયાની કર ચોરી કરતો હોવાની ટીપ મળ્યા બાદ ધમકીઓ અને જીવલેણ હુમલાની પર્વ કર્યા વગર પોતાની ફરજ બજાવે છે. હવે અમયને દેશ સાથે છેતરપિંડી કરનાર એક ઓર ગુનેગારની જાણ થાય છે અને એને બેનકાબ કરવા મેદાને પડે છે.

ભૂષણ કુમાર, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક અને કૃષ્ણ કુમાર દ્વારા નિર્મિત તથા રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત રેડ ટુ માં રિતેશ દેશમુખ ખલનાયકની ભૂમિકા ભજવી રહ્યો છે.
મજાની વાત એ છે કે અજય દેવગણ અને રિતેશ દેશમુખ પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરશે. ફિલ્મમાં ફાઇટ સિક્વન્સ વધારે નહીં હોય પણ બંને વચ્ચે ધમાકેદાર સંવાદોની તડાફડી જોવા મળશે. જાણવા મળ્યા મુજબ રેડના ટ્રેક જેવો જ બીજો પાર્ટ બનશે પણ આ વખતે ફિલ્મ વધુ રોમાંચક જશે.
ગયા અઠવાડિયે ફિલ્મનું શૂટીંગ મુંબઇ ખાતે શરૂ થઈ ગયું છે. મુંબઈ ઉપરાંત ફિલ્મનું શૂટિંગ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને રાજસ્થાનમાં પણ કરવામાં આવશે.
ફિલ્મ ૧૫ નવેમ્બર, ૨૦૨૪ના રિલીઝ થશે.

Exit mobile version