નેશનલ એવોર્ડ વિજેતા દિગ્દર્શક રાજકુમાર સંતોષીએ આજે તેમની આગામી ફિલ્મ ગાંધી – ગોડસે એક યુદ્ધની રિલીઝની તારીખ જાહેર કરવાની સાથે ફિલ્મની જાહેરાતનો એક વિડિયો પણ જારી કર્યો હતો. ૨૦૧૩માં આવેલી ફટા પોસ્ટર નીકલા હીરોની રિલીઝ થયાના નવ વરસ બાદ રાજકુમાર સંતોષી એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે.
ગાંધી – ગોડસે એક યુદ્ધ નામની રાજકુમાર સંતોષીની આગામી ફિલ્મ મહાત્મા ગાંધી અને નથુરામ ગોડસે વચ્ચેની બે વિપરીત વિચારધારા વચ્ચેના યુદ્ધને દર્શાવશે.
આ સમયે નથુરામે કહ્યું હતું કે હિન્દુ મહાસભાના એક સભ્ય, ગોડસેએ ગાંધીજીની હત્યા અંગે જણાવ્યું કે, તેઓ ભારતના વિભાજન અને મુસલમાનોની તરફદારી માટે જવાબદાર ગણાવ્યા હતા.
નિર્માતાએ ફિલ્મની જાહેરાતનો એક મિનિટ ૧૧ સેકન્ડનો વિડિયો પણ રિલીઝ કર્યો હતો. જેમાં ઘાયલ, દામિની, ઘાતક, ખાકી, અંદાજ અપના અપના, લજ્જા, ચાઇના ગેટ, અજબ પ્રેમ કી ગજબ કહાની અને ધ લેજન્ડ ઑફ ભગત સિંહ જેવી રાજકુમારની જાણીતી ફિલ્મોના વિગ્નેટ્સને જોડવામાં આવ્યા છે. જેના અંતમાં ગાંધી – ગોડસે એક યુદ્ધ ફિલ્મની સાથે એની રિલીઝની તારીખ, ૨૬ જાન્યુઆરી, ૨૦૨૩ હોવાનું જણાવ્યું છે.
ફિલ્મનું સંગીત એ. આર. રહેમાનનું છે તો ફિલ્મનાં નિર્માત્રી છે મનિલા સંતોષી. ફિલ્મ વિશે વધુ જાણકારી માટે થોડી રાહ જોવી પડશે. આ ઉપરાંત રાજકુમાર સંતોષીની મિથુન ચક્રવર્તીના સૌથી નાણાં પુત્ર નમાશીને ચમકાવતી ફિલ્મ બેડ બોય પણ આવી રહી છે. જોકે ફિલ્મની રિલીઝ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.