રાધાકૃષ્ણ સિરિયલના સેટ પર હાલ પ્રેમનો જાદુ જોવા મળી રહ્યો છે. લવ ઇઝ ઇન ધ ઍર જેવી પરિસ્થિતિ સેટ પર નિર્માણ થઈ હોવાની ચર્ચા જારશોરથી ચાલી રહી છે. શોના તમામ પાત્રો દર્શકોના દિલમાં વસ્યા છે ત્યારે સિરિયલમાં રાધા-કૃષ્ણનું પાત્ર ભજવી રહેલા કલાકાર મલ્લિકા સિંહ અને સુમેધ મુદગલકર વચ્ચે રિયલ લાઇફ લવસ્ટોરી પાંગરી રહી હોવાનું સંભળાઈ રહ્યું છે. સેટ પર બંનેના પ્રેમની વાતો અંગે ચણભણાટ થઈ રહ્યો હોવાનું અનેકવાર જોવા મળ્યું છે.

તેમની વચ્ચેનો સંબંધ માત્ર વ્યવસાયિક સહકલાકાર પૂરતો જ સીમિત રહ્યો છે એવું નથી. તેમની વચ્ચેની નિકટતા નજરે ચઢે એવી છે. સેટ પર બંને કલાકાર હંમેશ મજાકમસ્તી કરતા જાવા મળે છે. એક બીજા માટે સ્પેશિયલ છીએ એવી કબુલાત બંને કરી રહ્યા છે. એ સાથે ઉમેરવાનું ચૂકતા નથી કે તેઓ સારા મિત્રો છે. અમે એકબીજાની નજદિક આવ્યા છીએ એ માત્ર મિત્રતાને કારણે એવો દાવો સુમેધે કર્યો હતો. હવે હકીકત શું છે એ તો આવનારો સમય જ કહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here