અલ્લુ અર્જુનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ પુષ્પા-2એ બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી છે. 5 ડિસેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મે 18 દિવસમાં વર્લ્ડવાઇડ 1587 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. ગ્રૅન્ડ ઓપનિંગ કરનાર પુષ્પા-2 ફિલ્મે અત્યાર સુધીમાં અનેક ફિલ્મોના રેકૉર્ડ તોડ્યા છે. આજે પણ ફિલ્મ રોજનો કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહી છે.
અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ અભિનીત પુષ્પા-2એ મૂળ તમિલ ભાષા કરતા હિન્દીમાં વધુ કમાણી કરી છે. ત્રણ વરસ પહેલાં આવેલી પુષ્પા : ધ રાઇઝનો આ બીજો ભાગ છે. ફિલ્મ બૉક્સ ઑફિસ પર અવનવા વિક્રમો કરી રહી છે ત્યારે એ ઓટીટી પર ક્યારે રિલીઝ થઈ રહી છે એ જાણવા મળ્યું છે.
જેઓ પુષ્પા-2 થિયેટરમાં જોઈ શક્યા નથી તેઓ ફિલ્મ ઓટીટી પર ક્યારે આવે એની રાહ જોઇ રહ્યા છે. એક અગ્રણી અંગ્રેજી દૈનિકના જણાવ્યા મુજબ પુષ્પા-2 નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ માટે ઓટીટી પ્લેટફોર્મે 275 કરોડ રૂપિયા ચુકવ્યા હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે. જોકે ફિલ્મને ઓટીટી પર જોવા માટે દર્શકોએ થોડી રાહ જોવી પડશે.
ફિલ્મ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે એની જાણકારી હજુ મળી નથી. જોકે કોઈ પણ ફિલ્મ રિલીઝ થયાના દોઢ-બે મહિનામાં ઓટીટી પર જોવા મળે છે. જો આ પદ્ધતિ અપનાવાય તો ફિલ્મ આવતા વરસે એટલે કે જાન્યુઆરી 2025ના અંતમાં ઓટીટી પર જોવા મળી શકે છે.