બૉલિવુડમાં લગ્નને કેન્દ્રમાં રાખી અનેક ફિલ્મો બની છે, હવે ગુજરાતીમાં આવી રહી છે જાજરમાન ફિલ્મ ‘હાલોને એન.આર.આઈ.ની જાનમાં’

નિર્માતા વિજય કિકાણી, પ્રસ્તુતકર્તા શરદ દેસાઈની લેખક - દિગ્દર્શક મનોજ નથવાણી સાથેની હેટ ટ્રિક : હાલો એન.આર.આઇ.ની જાનમાં

લેખક – દિગ્દર્શક મનોજ નથવાણીની  નિર્માતા વિજય કિકાણીના હેતવી મૂવીઝ અને પ્રસ્તુત કર્તા શરદ દેસાઈ સાથેની હા, હું પટેલ છુ અને પત્ની મારી સહુથી સારીની ડિસેમ્બરમાં ભવ્ય રજુઆત થવા જઈ રહી છે. એક સાથે બે બે  ફિલ્મોની રજૂઆતની તૈયારીમાં વ્યસ્ત ફિલ્મના લેખક – દિગ્દર્શક મનોજ નથવાણીએ ફિલ્મી એકશનને જણાવ્યું કે, અમારી બન્ને ફિલ્મો ખૂબ જ સરસ અને મનોરંજનસભર છે. દિવાળીની રજાઓ બાદ બન્ને ફિલ્મોના ફર્સ્ટ લૂક ટીઝર, ટ્રેલર, પોસ્ટર, સંગીત ખૂબ મોટા પાયે રજૂ કરવા જઈ રહ્યા છીએ. જે જોઈને દર્શકો ફિલ્મ જોવા આતુર બનશે. અમારી આ બંન્ને ફિલ્મો જ્યારે થિયેટરોમાં ધૂમ મચાવતી હશે ત્યારે અમે ખૂબ વ્યસ્ત હશું. કારણ, આ નવેમ્બર ૨૦૨૧થી ગુજરાતનું શૂટિંગ અમે પૂર્ણ કરી આગામી ફેબ્રુઆરી મહિનામાં વિદેશના વિવિધ લોકેશન ઉપર ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે.

લેખક-દિગ્દર્શક મનોજ નથવાણી

બોલીવુડમાં લગ્નને કેન્દ્રમાં રાખી અનેક સુપરહિટ ફિલ્મો બની છે. ગુજરાતીઓ માટે લગ્ન એક ઉત્સવ જેવો પ્રસંગ હોવા છતાં ઢોલીવુડમાં આ વિષયને કેન્દ્રમાં રાખી ભાગ્યેજ ફિલ્મ બની હશે. અમારી આગામી ફિલ્મ “હાલો એન.આર.આઈ.ની જાનમાં” આવી જ એક જાજરમાન ફિલ્મ હશે જેમાં એની વાર્તા જ સુપરસ્ટાર છે.

પ્રસ્તુતકર્તા શરદ દેસાઈ

“હાલો એન.આર.આઇ.ની જાનમાં”  ટાઈટલ એટલું રસપ્રદ છે કે એના પરથી જ  કોઈપણ ફિલ્મની વાર્તાની કલ્પના કરી શકે છે. પણ સાવધાન,  તમે કોઈ પૂર્વ કલ્પના ના કરતા કેમ કે આ ફિલ્મ એક જબરદસ્ત ધમાલ કોમેડી છે જે કઈંક અલગ જ પ્રકારના વિષય આધારિત અને નાના બાળકો, યુવાઓથી લઈ વડીલોને વાંરવાર સિનેમા સુધી જોવા ખેંચી લાવે એવા પ્રકારની ફિલ્મ અમે બનાવી રહ્યા છીએ.

જેમ કે આપ સહુ જાણો જ છો વર્તમાન સમયમાં મોટાભાગના  કલાકાર ભાઈ-બહેનો નાટક અને સિરિયલોમાં વ્યસ્ત  હોવાને લીધે અમે આ ફિલ્મ માટે આશાસ્પદ કલાકારોની સાથે સાથે લોકપ્રિય અને અનુભવી કલાકારોની તારીખો મેળવી લીધી છે. ફિલ્મ સંબંધિત સંપૂર્ણ માહિતી અમે ટૂંક સમયમાં જણાવીશું.

નિર્માતા વિજય કિકાણી

ભારતમાં વસતા ગુજરાતીઓ સાથે સાથે વિદેશમાં વસતા ગુજરાતીઓને પણ ખૂબ ખૂબ મનોરંજન પ્રાપ્ત થાય એ હેતુથી ફિલ્મના ઘણા બધા મહત્વના સીન અમે વિદેશમાં શૂટ કરી રહ્યા છીએ જેથી એન.આર. આઇ. દર્શકો પણ  ફિલ્મ ભરપૂર રીતે માણી શકે.

Exit mobile version