જેમના નામે બેંકમાં ખાતું ના ખુલે
જે મતદાન ના કરી શકે
એ બાળકો જબરદસ્ત કરે તૈયારી ત્યારે પડે ભલભલાને ભારી
બાળ ભાષાની મજા કઈ ઔર છે એમ બાળકોની દુનિયા ભલે આ દુનિયામાં છે પણ એ દુનિયાથી સાવ અલગ જ છે….
અને બાળકોની આવી સરસ મજાની દુનિયામાં આટો મારવાની મજા એટલે… બચ્ચા પાર્ટી
બચ્ચા પાર્ટી ફિલ્મ બાળકોને તો ઘણી પસંદ પડશે જ, એ સાથે વડીલોને પણ વારંવાર જોવી ગમશે. કારણ, એ લોકો પણ એક દિવસ તો બાળક જ હતા ને. આજે તેઓ ભલે મોટા થયા પણ એમના બાળકોનું બાળપણ… તેમના દીકરાઓનું બાળપણ આજે પણ એમની સાથે જ છે ને! કહેવાય છે ને કે બાળકોથી વધુ સારા કોઈ દોસ્ત નથી હોતા અને બાળકોના દોસ્ત બનવા આપણે બાળક જેવા બનવું પડે.
નિર્માતા શરદ દેસાઈ (ઔરો કુલ ફિલ્મ્સ) અને દિગ્દર્શક મનોજ નથવાણીની હિટ જોડી ફરી એકવાર સરસ મજાની ફિલ્મ લઈને આવી રહ્યા છે… ફિલ્મનું સ્ટાર્ટ ટુ ફિનિશ શૂટિંગ મે મહિનામાં વલસાડ જિલ્લાના અસંખ્ય બાળકલાકારો સાથે ચેતન ઠાકર, સંજય દેવ (બૉબી), ધારા જાની જેવા ઢોલિવુડના જાણીતાં અભિનેતા-અભિનેત્રી જોવા મળશે. તો એક ખાસ ભૂમિકામાં શરદ દેસાઈ જેવા પીઢ કલાકારના અભિનયને પણ પ્રેક્ષકોને માણવા મળશે.
બચ્ચા પાર્ટી ફિલ્મના ડિજિટલ મીડિયા પાર્ટનર છે ફિલ્મી ઍક્શન.