હંમેશા વિવાદોને પગલે ચર્ચામાં રહેતી પૂનમ પાંડે આ વખતે એના નવા મ્યુઝિક વિડિયોને કારણે મીડિયામાં ચમકી રહી છે. હકીકતમાં પૂનમે દાવો કર્યો છે કે એના નવા આલ્બમનું બજેટ ૧૦ હજાર રૂપિયા કરતાં પણ ઓછું છે. માનવામાં ન આવે એવી વાત છે પણ પૂનમ કે લિયે કોઈ બાત નામુમકીન નહીં. વિડિયો કેવી રીતે બનાવ્યો એની વાત પૂનમ પાસે જ સાંભળીએ…

મારા દિગ્દર્શક અને ડીઓપી સાથે મળી આ અશક્ય લાગતું કામ શક્ય બનાવ્યું. વિડિયો શૂટ કરવા અમારે માત્ર બેડરૂમની જરૂર હતી.મને વિચાર આવ્યો કે મારો જ બેડરૂમ સૌથી સારી જગ્યા છે. આમ છતાં અમે અન્ય વિકલ્પો અંગે વિચાર્યું પણ અંતે મારા બેડરૂમમાં વિડિયો શૂટ કરવાનું નક્કી કર્યું. અમારે ખાસ પ્રોપર્ટીની જરૂર નહોતી. રિહર્સલ કર્યા અને શૂટિંગ શરૂ કર્યું. મેં વિડિયોના સ્ટિલ્સ જોયા, ઘણા મજેદાર છે અને મને આશા છે કે દર્શકોને પણ પસંદ પડશે.
પૂનમનું કહેવું છે કે એ અહીં દર્શકોનું મનોરંજન કરવા આવી છે. હું વિડિયો રીલિઝ થવાની રાહ જોઈ રહી છું. આશા છે કે ટૂંક સમયમાં એ રિલીઝ થશે.