પોલિટિકલ બ્લૅક કૉમેડી ‘મી પુન્હા યેઇન’ વેબ સિરીઝનું ટ્રેલર લૉન્ચ

ચબરાકિયા સંવાદો, ફની સિક્વંસ અને મજેદાર દૃશ્યો દર્શકોને મોજ કરાવી દેશે.

રાજકારણને વ્યંગાત્મક રીતે દર્શાવતી વેબ સિરીઝ મી પુન્હા યેઇનનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે. મી પુન્હા યેઇન ઓટીટી પ્લેટફોર્મ પ્લેનેટ મરાઠી પર સ્ટ્રીમ થશે. સિરીઝમાં ઉત્કૃષ્ટ કલાકારોની લાંબી યાદી છે જેમાં સયાજી શિંદે, ઉપેન્દ્ર લિમયે, સિદ્ધાર્થ જાધવ અને ભરત ગણેશપુરનો સમાવેશ થાય છે. મી પુન્હા યેઇન 29 જુલાઈથી સ્ટ્રીમિં થશે.
પોલિટિક્સની થોડી ઘણી સમજ ધરાવનારાઓને ખ્યાલ હશે કે મહારાષ્ટ્રના રાજકારણમાં મી પુન્હા યેઇન વાક્યએ ભારે હલચલ મચાવી હતી. સિરીઝ પણ આ વાતને કેન્દ્રમાં રાખી તૈયાર કરવામાં આવી છે. ટ્રેલરમાં પણ એની ઝાંખી જોવા મળે છે. ચબરાકિયા સંવાદો, ફની સિક્વંસ અને મજેદાર દૃશ્યો દર્શકોને મોજ કરાવી દેશે. મરાઠીમાં આવી વ્યંગાત્મક અને રાજકારણની અસ્ષ્ટ બાજુને ભાગ્યે જ દર્શાવવામાં આવી હશે. રાજકારણીઓની મૂર્ખતામાં ખપે એવી પણ દુષ્ટ યોજનાઓ અને તેમના આગામી પ્લાનિંગની આસપાસ સિરીઝની વાર્તા ધૂમે છે. કલાકારોની શાનદાર કટૉમિક ટાઇમિંગ અમે સોંસરવા ઉતરે એવા જૉક્સ સિરીઝને ઓર મજેદાર બનાવે છે.
અજય બર્દાપુરકર દ્વારા સ્થાપિત પ્લેનેટ મરાઠીએ ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે જણાવ્યુ કે, અમે અમારા દર્શકો માટે વૈવિધ્યસભર કન્ટેન્ટ રજૂ કરી રહ્યા છીએ. મી પુન્હા યેઇન જેવો કન્સેપ્ટ દર્શકોને મરાઠી વેબ સિરીઝમાં ભાગ્યે જ જોવા મળ્યો હશે. અને અમને આનંદ છે કે દર્કોને આવી મનોરંજક સિરીઝ અમારા મંચ પર જોવા મળશે.
તો લેખક-દિગ્દર્શક અરવિંદ જગતાપે જણાવ્યુ કે, દર્શકોનો પ્રતિભાવ જ સૌથી મહત્ત્વનો હોય છે. મી પુન્હા યેઇનનું ટ્રેલર જ્યારે લૉન્ચ થઈ ચુક્યુ છે ત્યારે મને એ જાણવાની ઉત્સુકતા છે કે દર્શકો સિરીઝ અંગે શું વિચારી રહ્યા છે. અમને વિશ્વાસ છે કે આ અનોખું કથાનક દર્શકોને માત્ર મનોરંજન જ નહીં આપે પણ આપણા રાજકારણની હાલની સ્થિતિ અંગે વિચારતા પણ કરશે.

ટ્રેલર જોવા નીચેની લિંક પર ક્લિક કરો

Exit mobile version