રણવીર પોતે નિર્દોષ હોવાનો દાવો કરી રહ્યો હતો
અભિનેતા રણવીર સિંહે આજે સવારે ચેમ્બુર પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું.
આ કેસ મામલે પોલીસે રણવીરને બે વખત સમન્સ મોકલ્યા હતા, પરંતુ તે રીચેબલ ન હતો. જોકે આજે સવારે રણવીર તેની લીગલ ટીમ સાથે ચેમ્બુર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે બે કલાક સુધી તેનું નિવેદન નોંધ્યું હતું.
દરમિયાન, પોલીસે રણવીરને ઘણા પ્રશ્નો પૂછ્યા, જેમ કે, ન્યૂડ ફોટોશૂટનો કોન્ટ્રાક્ટ કઈ કંપની સાથે હતો, ફોટોશૂટ ક્યારે અને ક્યાં થયું, શું તમે જાણો છો કે આવા શૂટથી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે વગેરે. …
એ સાથે ભવિષ્યમાં પણ તપાસમાં સહકાર આપશે, એમ રણવીર સિંહ અને તેની લીગલ ટીમે પોલીસને ખાતરી આપતા જણાવ્યું હતું.
પોલીસે સવારે 7 થી 9.30 વાગ્યા સુધી રણવીર સિંહનું નિવેદન નોંધ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રણવીર પોતે નિર્દોષ હોવાનો દાવો કરી રહ્યો હતો.
રણવીરે કહ્યું કે તેને ખ્યાલ નહોતો કે આ પ્રકારનું ફોટોશૂટ તેના માટે મુશ્કેલી ઊભી કરી શકે છે
તેનો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો.