નાઇટલાઇફ લવર્સ માટે એક ઓર ડેસ્ટિનેશન ‘સિન સિટી’

દેશની આર્થિક રાજધાની ગણાતી નગરી મુંબઈ એની નાઇટલાઇફ માટે પણ વિખ્યાત છે. શહેરમાં આવેલા અનેક પબ, ડિસ્કોથેક કે નાઇટ ક્લબમાં જનારાઓની સંખ્યા એટલી મોટી છે કે એન્ટ્રી માટે એડવાન્સ બુકિંગ કરાવવું પડે એવી પરિસ્થિતિ છે. આવા નાઇટલાઇફના શોખીનો માટે એક ઓર મજેદાર ડેસ્ટિનેશન સિન સટીનો શુભારંભ થયો છે.

અંધેરી પશ્ચિમમાં ન્યૂ લિન્ક રોડ પર આવેલા ક્રિસ્ટલ પોઇન્ટ મૉલના પાંચમા માળે આવેલા સિન સિટીના શુભારંભ પ્રસંગે બૉલિવુડના ડાન્સિંગ સ્ટાર ગોવિંદા ઉપરાંત ગુરપ્રીત કૌર ચઢ્ઢા, ડીજે સેજવુડ, શાંતિપ્રિયા, રાકેશ પૉલ સહિત અનેક હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. ઓપનિંગ સેરેમની દરમ્યાન પાર્શ્વગાયક શાહિદ માલ્યા અને આંતરરાષ્ટ્રિય ખ્યાતિપ્રાપ્ત ડીજે અકીલે લાઇવ પર્ફોર્મ કર્યું હતું.

Exit mobile version