નેટફ્લિક્સે એની આગામી માયથોલૉજી ક્રાઇમ થ્રિલર મંડલા મર્ડર્સનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કર્યું. વાયઆરએફ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા નિર્મિત અને ગોપી પુથરન અને મનન રાવત દ્વારા દિગ્દર્શિત સિરીઝમાં મુખ્ય ભૂમિકા વાણી કપૂરે ભજવી છે. સિરીઝના અન્ય કલાકારો છે વૈભવ રાજ ગુપ્તા, સુરવીન ચાવલા, શ્રિયા પિલગાંવકર, સિદ્ધાંત કપૂર, રાહુલ બગ્ગા, રઘુવીર યાદવ અને મોનિકા ચૈધરી.

મંડલા મર્ડર્સની વાર્તા ચરણદાસપુરના અનોખા અને રહસ્યમય ગામડામાં આકાર પામે છે. જ્યાં બે જાસૂસ સદીઓ જૂના એક સમાજ સાથે સંકળાયેલી કર્મકાંડી હત્યાઓનાં ખોફનાક કાવતરાંનો પર્દાફાશ કરે છે. જેમ જેમ રહસ્ય ઘૂટાતું જાય છે, તેમ તેમ દરેક પાત્ર પોતાને પ્રાચીન માન્યતાઓ ને ધરબાયેલી હકીકતમાં ગૂંચવાતો જાય છે. એ સાથે એક ગુપ્ત પંથની શોધ આદરે છે જે દરેક સામે છુપાયેલું છે.

શરૂઆતથી જ, મંડલા મર્ડર્સની સાથે અમારૂં લક્ષ્ય એક એવી દુનિયા બનાવવાનું હતું જે અજાણી હોવા છતાં જમીન સાથે જોડાયેલું હોય. જ્યાં દરેક સત્યના અનેક પડ છે અને તમામ જવાબ એક નવા પ્રશ્ન ખડો કરે છે.

નિર્માતા અને દિગ્દર્શક ગોપી પુથરન કહે છે કે, તાણ સર્જવી, પ્રતિકાત્મકતાને સાંકળવાની સાથે અદભુત કલાકારો પાસે એ જીવંત કરાવવાનો અનુભવ ખૂબ જ મજેદાર રહ્યો.નેટફ્લિક્સ સાથેની ભાગીદારીને કારણે વાર્તાને જીવંત સ્વરૂપ આપવાનું શક્ય બન્યું છે.

દિગ્દર્શક મનન રાવતે જણાવ્યું કે, દરેક એપિસોડ કોયડાને ઓર ગૂંચવે છે. એવી દરેક બાબતને પડકારે છે જેના વિશે તમને લાગતું હશે કે આની તો મને જાણકારી છે. સિરીઝની દરેક ફ્રેમ રહસ્યને ઘેરું બનાવે છે તો દરેક પાત્ર એક પ્રભાવ છોડી જાય છે.

નેટફ્લિક્સનાં સિરીઝ હેડ તાન્યા બામી કહે છે કે, મંડલા મર્ડર્સઅમારી નવી રોમાંચક સિરીઝ છે જે અપરાધ અને પૌરાણિક કથાઓની દુનિયાનું અદભુત મિશ્રણ છે. જેમાં પળે પળેરહસ્ય અને ભયાનકતાનો અનુભવ થાય છે. ધ રેલવે મેન અને મહારાજની સફળતા બાદ યશરાજ ફિલ્મ્સ એક ઓર સિરીઝ નેટફ્લિક્સ પર દર્શકો માટે લાવી રહ્યા છીએ. ચરણદાસપુરમાં, જ્યાં પ્રાચીન ભવિષ્યવાણી આધુનિક વાસ્તવિકતાની લાઇનને ધૂંધળી બનાવે છે. હકીકતમાં કોણ પીડિત છે અને કોણ ઉત્તરજીવી, અને હકીકતની જાણ કોને છે? એનો જવાબ મળશે 25 જુલાઈએ નેટફ્લિક્સ પર શરૂ થઈ રહેલી મંડલા મર્ડર્સના પ્રીમિયરમાં.
ટ્રેલર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો
https://www.instagram.com/reel/DMIAXITyyVd/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA%3D%3D









