નિર્માતા નીરજ પાંડે અને શીતલ ભાટિયાના ફ્રાઇડે ફિલ્મવર્ક્સની મલયાલમ હિટ ઇશ્ક : નોટ લવ સ્ટોરીની હિન્દી રીમેક ઑપરેશન રોમિયો મોરલ પોલિસિંગને કારણે સમગ્ર દેશમાં યુવા કપલ સામે ઊભી થતી આશંકાઓ અને સમસ્યાઓની વાત આલેખવામાં આવી છે. ફિલ્મની મૂળ વાત મલયાલમ ફિલ્મના નિર્માતા અનુરાજ મનોહરના જીવનમાં બનેલી એક સત્ય ઘટના પર આધારિત છે.
નીરજ પાંડેએ અગાઉ અ વેડનેસડે, સ્પેશિયલ 26, એમ.એસ. ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી ઉપરાંત સુપર હિટ સ્પેશિયલ ઑપ્સ વેબ સિરીઝ બનાવી ચુક્યા છે. તો શીતલ ભાટિયા અને નીરજ પાંડેએ રિલાયંસ એન્ટરટેઇન્મેન્ટ પ્રોડક્શનના સહયોગમાં ટોઇલેટ : એક પ્રેમ કથા, રુસ્તમ અને નામ શબાના જેવી ફિલ્મો આપી ચુક્યા છે.
ઑપરેશન રોમિયોનું ટ્રેલર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો