કિરણ લિમ્બાચિયા ક્રિએશન્સના મીડિયા વેન્ચરનો શુભારંભ ગુજરાતી કૉમેડી થ્રિલર ફિલ્મ હું મફત પટેલથી કરવામાં આવ્યો હતો. મુંબઈ ખાતે અંબા માતાના ગરબાના રેકૉર્ડિંગ સાથે ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું. ફિલ્મના નિર્માતા કિરણ લિમ્બાચિયા જાણીતા ટેક્નિશિયન છે અને વરસોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોવાથી ફિલ્મ માટે એક મજબૂત ટીમ તૈયાર કરી છે. ફિલ્મનું દિગ્દર્શન અનેક નામી દિગ્દર્શકો સાથે કામ કરી ચુકેલા એસ. હેમંતરાવ કરી રહ્યા છે.
માતાજીના ગરબો જાધવ ભાનુશાળીએ લખ્યો છે અને રેખા ભાનુશાળી સાથે તેમણે ગાયો છે. સંગીત દેવેન પ્રતાપ યોગીએ તૈયાર કર્યું છે. તો ફિલ્મના બીજાં ગીતો મેધા અંતાણીએ લખ્યાં છે.
આ પ્રસંગે નિર્માતા કિરણ લિમ્બચિયાએ જણાવ્યું કે, ગુજરાતી ફિલ્મ હું મફત પટેલનું શૂટિંગ અમદાવાદ ઉપરાંત ગુજરાતના નયનરમ્ય સ્થળો પર કરવામાં આવશે. ઉપરાંત ફિલ્મના ખાસ દૃશ્યો માટે ભવ્ય સેટ પણ તૈયાર કરાશે. તો કાર્યકારી નિર્માતા કિરણ જોહરે કહ્યું કે, હું મફત પટેલ ગુજરાતની સંસ્કૃતિને પ્રતિબિંબિત કરશે. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરાશે.