નવા વર્ષના પહેલાં દિવસે મોહિત રૈનાએ કર્યા લગ્ન

મોહિતે જ લગ્નનાં ફોટો શેર કરી આ શુભ સમાચાર આપ્યા

દેવો કે દેવ મહાદેવ ટીવી સીરિયલમાં મહાદેવની ભૂમિકા ભજવ્યા બાદ ઉરી, શિદ્દત જેવી ફિલ્મો કરનાર મોહિત રૈનાએ નવા વરસના પહેલાં દિવસે જ એના ચાહકોને સરપ્રાઈઝ આપી છે. મોહિત આજે એની ગર્લફ્રેન્ડ અદિતિ સાથે લગ્ન કર્યા હતા.
મોહિતે જ એના સોશિયલ એકાઉન્ટ પર લગ્નનાં ફોટો શેર કરી આ શુભ સમાચાર આપ્યા હતા.
મોહિતે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરવાની સાથે લખ્યું, પ્રેમ કોઈ વિઘ્નને ગણકારતો નથી. એ સીમાઓ ઓળંગી જાય છે, પૂરમાં છલાંગ લગાવે છે અને તમામ દીવારો તોડી પોતાની મંઝિલે પહોંચે છે. અમારા પરિવારના આશીર્વાદથી હવે અને બે નહીં પણ એક છીએ. અમારી આ નવી સફર માટે આપ સર્વેનો પ્રેમ અને આશીર્વાદ જોઈએ છે.

Exit mobile version