મનોજ નથવાણી સમજાવે છે વહુ વાઘણ તો સાસુ સિંહણ ફિલ્મનો મર્મ

ત્રિપુટી એટલે કે દિગ્ગજ નિર્માતા શરદ દેસાઈ વિજય કીકાણી અને મનોજ નથવાણીની ફિલ્મ છે વહુ વાઘણ તો સાસુ સિંહણ

સાસુ જો એક સાથે ત્રણ ત્રણ વહુઓને સાચવી શકે તો ત્રણ ત્રણ વહુઓ મળીને એક સાસુ ને કેમ સરખી રીતે સાચવી ન શકે?

મિત્રો, સાસુ વહુના સંબધો એટલે ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલ વ્યાપારી યુદ્ધથી વધુ ભારે ખેંચતાણ વાળું. અમેરિકા અને ચીન તો ખુલ્લેઆમ એક બીજા સાથે ઝઘડી શકે પણ સાસુ વહુએ સમગ્ર કુટુંબ, અડોશપડોશ, સમાજ ન્યાતિ સામે હસતા રહેવાનું અને જેવો એકાંતમાં મોકો મળે કે વસૂલી શરૂ…

દિગ્ગજ અભિનેત્રી પ્રતિમા ટી દ્વારા અભિનીત આ ગુજરાતી ફિલ્મ જોયા બાદ દરેક સાસુ વહુના સંબધો સગી મા-દીકરી કરતા પણ વધુ નિકટમ થઈ જશે એવી આ મસ્ત મજાની ફિલ્મ આપની સમક્ષ લઈ આવી રહ્યા છે.

હા હું પટેલ છુ જેવી સુપર ડુપર હિટ ફિલ્મ આપનાર ત્રિપુટી એટલે કે કિલ્લા પારડીના દિગ્ગજ નિર્માતા શરદ દેસાઈ વિજય કીકાણી અને મનોજ નથવાણી.

ફિલ્મ અંગે જણાવતા લેખક-દિગ્દર્શક મનોજ નથવાણી જણાવે છે કે, ફિલ્મ સાસુ વહુઓના એવા સંબંધની વાતો છે જે લગભગ દરેક ઘરમાં જોવા મળતી હોય છે. પરંતુ અમે રોજિંદા જીવનની આ વાતો અતિશયોક્તિ વગર એકદમ મનોરંજક શૈલીમાં રજૂ કરી રહ્યા છીએ. ફિલ્મમાં સિંહણ જેવી સાસુની ભૂમિકા ગુજરાતી નાટકોની જાજરમાન અભિનેત્રી પ્રતિમા ટી ભજવી રહ્યાં છે. જ્યારે ત્રણ વાઘણ વહુઓ બની છે મૌના શાહ, કુંદન  પટેલ અને પ્રિયંકા પટેલ.

આમ તો આપણી ગુજરાતીમાં કહેવાય છે કે ચાર ચોટલા ભાંગે ઓટલા. પણ અહીં ચાર ચોટલા ભેગા મળી એટલું હસાવશે કે તમે બેવડ વળી જશો. આ ત્રણ વાઘણોને સાથ આપી રહ્યા છે વાઘ જેવા રૂઆબદાર કલાકારો મનીન ત્રિવેદી, ચેતન ઠાકર અને જીતુ કોટક. ઉપરાંત શર્મા જી ગાંધીનગર અને કિરીટભાઇ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે વિશેષ ભૂમિકામાં દેખા દેશે ફિલ્મના નિર્માતા શરદ દેસાઈ.

ફિલ્મ હા હું પટેલ છુની જેમ ફિલ્મની નાનામાં નાનીથી લઈ મોટામાં મોટી રસપ્રદ વાતો તમારા સુધી લાવશે તમારું લોકપ્રિય, અગ્રણી ફિલ્મી ઍક્શન એની શરુઆતથી રજુઆત સુધી શ્રેણી અંતર્ગત.

Exit mobile version