ગુજરાતની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી માટે એક મહત્વપૂર્ણ કોંકલેવ
ગુજરાતની ફિલ્મ, મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને નવી દિશા આપતી એક ભવ્ય કોંકલેવ અમદાવાદ ખાતે યોજાવા જઈ રહી છે. “Lights, Camera, Sound, Action” શીર્ષક હેઠળ યોજાનાર આ કાર્યક્રમમાં ઉદ્યોગની તકો, પડકારો અને ભવિષ્યની શક્યતાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. વિદ્યાર્થીઓથી લઈને મીડિયા પ્રોફેશનલ સુધી સૌ માટે આ કોંકલેવ ખાસ મહત્વ ધરાવે છે.
કોંકલેવની ખાસિયતો
આ કોંકલેવનું આયોજન Service Export Promotion Council, Western India Film Producers Association તથા **Centre For Professional Courses (GU)**ના સંયુક્ત સહયોગથી કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિત વક્તાઓ, ઇન્ડસ્ટ્રી લીડર્સ, નિષ્ણાત પેનલિસ્ટ્સ અને લોકપ્રિય સેલિબ્રિટીઝ પોતાની હાજરીથી મંચને ગૌરવ આપશે. જેમાં ડૉ. જયંતિલાલ ગડા, હિતુ કનોડિયા, અંકિત સખિયા, ચેતન ચૌહાણ, જશવંત ગાંગાણી, સંજય પટેલ, અભિલાષ ઘોડા, ભૂમિકા ત્રિવેદી, ધ્રુવિન શાહ, પાર્થ મધુકૃષ્ણ, હરેશ પટેલ, સંજય શાહ જેકી, વંદન શાહ, ડૉ. જીતુ બંધાણીયા, સંદીપ પટેલ, અભિષેક જૈન, અભિષેક શાહ અજય સિંહ ચુડાસમા, રાજુ ભટ્ટ, જય વ્યાસ અને વિશાલ શર્મા ( કલર્સ ગુજરાતી)નો સમાવેશ થાય છે.
ક્યારે અને ક્યાં?
તારીખ: શનિવાર, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬
સમય: સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી
સ્થળ: શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ, GUCPC, Gujarat University કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ
કોને લાભ મળશે?
ફિલ્મ સ્ટુડન્ટ્સ, મીડિયા પ્રોફેશનલ્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ, પ્રોડ્યુસર્સ તેમજ ઇન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનો માટે આ કોંકલેવ માર્ગદર્શક સાબિત થશે. ઇન્ડસ્ટ્રીના અનુભવ, નેટવર્કિંગ અને નવી તકો અંગે firsthand માહિતી મળશે.
કોંકલેવ કન્વીનર ડૉ. હીરાચંદ દંડે તમામ વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને મીડિયા પ્રતિનિધિઓને સક્રિય ભાગ લેવા આમંત્રણ આપ્યું છે.
For Registration & Program Schedule:
http://forms.gle/hS2cX9RmqG8koeUB9
RSVP: Ms Akshi Jaswal, +91 9899935256
akshi.jaswal@sevicesspc.org









