ડેશિંગ અને કરિશ્માઈ લૂકથી અનેકને પ્રભાવિત કરનાર ક્ષિતિજ સિંહ ઍક્શન પૅક્ડ ફિલ્મથી બૉલિવુડમાં ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યો છે. મનોરંજનના દરેક મસાલાથી ભરપુર ફિલ્મના દિગ્દર્શક છે નિતિન એમ. રોકડે. એનએમઆર મૂવીઝ બેનર હેઠળ બની રહેલી ફિલ્મ દ્વારા દર્શકોને ભરપુર મનોરંજન કરાવવામાં કોઈ કસર છોડવા માગતું નથી.
ક્ષિતિજ સિંહ જેમને ધ હેન્ડસમ હન્ક અને ધ ન્યૂ ટૉક ઑફ ધ ટાઉન તરીકે ઓળખાય છે. એના ચહેરાના હાવભાવ, સ્ક્રીન પરનો એનો આકર્ષક લૂક અને કામ પ્રત્યેનું સમર્પણ એના પ્લસ પોઇન્ટ છે. નિતિન રોકડેની આ ફિલ્મ ક્ષિતિજ સિંહને બૉલિવુડમાં એક આગવું સ્થાન અપાવશે. જોકે ક્ષિતિજ કહે છે કે ફિલ્મની વાર્તા અત્યારે જણાવી શકું એમ નથી પણ દર્શકોને આગવું મનોરંજન કરાવશે એટલું હું ચોક્કસ કહીશ.