ડાન્સની સાથે ઍક્શનમાં પારંગત દિલ્હીમાં અનેક બિઝનેસ ધરાવતો ક્ષિતિજ સિંહ મુંબઈને કર્મભૂમી બનાવવા તનતોડ મહેનત કરી રહ્યો છે.
ધ સ્કૂલ ફિલ્મના પોસ્ટર લૉન્ચ પ્રસંગે ક્ષિતિજે જણાવ્યું કે તેના ક્રશ રિતિક રોશનની ફિલ્મ કહો ના પ્યાર હૈ આવી ત્યારે ઘણો નાનો હતો પણ ફિલ્મના ડાન્સ જોઈને દિવાનો બન્યો અને વિવિધ પ્રકારના ડાન્સ શીખ્યો. જોકે વ્યવસાયે ઇન્ટિરિયર ડિઝાઇનર ક્ષિતિજ હાલ બૉલિવુડમાં કરિયર બનાવવામાં પડ્યો છે.
મુલાકાત દરમિયાન ક્ષિતિજે જણાવ્યું કે એને ઇતિહાસના પાત્રો આકર્ષે છે, ખાસ કરીને છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર ભજવવાની અદમ્ય ઇચ્છા છે. તો સંજય લીલા ભણસાલી સાથે પણ કામ કરવું છે.
બૉલિવુડની આજની ડિમાન્ડને ધ્યાનમાં રાખી ક્ષિતિજે બૉડી બિલ્ડ કરી છે. જ્યારે એનો ઘૂંટાયેલો અવાજ તેની અલગ ઓળખ બનશે તેમાં શંકા નથી. હાલના યુવા અભિનેતાઓ વચ્ચે પોતાની અલગ ઓળખાણ બનાવવા માટે પૂરી મહેનત કરવા તૈયાર છે.
ધ સ્કૂલ ફિલ્મમાં શાળાઓમાં ચાલતી મોનોપોલી અને ભ્રષ્ટાચારને દૂર કરવા ક્ષિતિજ વિદેશ છોડી અને વતન આવે છે અને ચેઇન સિસ્ટમ વિરુદ્ધ જંગ છેડે છે.
ઉપરાંત ત્રણ પાર્ટમાં બનનારી એક મેગા બજેટની ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આમ દિલ્હીના યુવાન ભલે બેફિકરો લાગતો હોય પણ પોતાના લક્ષ્યને પામવા કટિબદ્ધ છે.