બૉલિવુડના કોઈ કલાકારનો જન્મદિવસ હોય તો દેશભરના ન્યુઝપેપર્સ (એમાં ગુજરાતી છાપા પણ આવી જાય), મેગેઝિન કે ડિજિટલ મીડિયા એના ન્યુઝ પ્રસિદ્ધ કરતા હોય છે. માત્ર બૉલિવુડની જ વાત નથી જે કોઈ પ્રાદેશિક ફિલ્મોના કલાકારની બર્થ ડે હોય તો એ ભાષાના તમામ મીડિયા એની નોંધ લેતા હોય છે. પરંતુ ઢોલિવુડની વાત નિરાળી છે. ગુજરાતી ફિલ્મોના ન્યુઝ માંડ છપાતા હોય તો બર્થડેની વાત ક્યાં કરવી? પરંતુ ફિલ્મી ઍક્શન ગુજરાતી ફિલ્મો અને એની સાથે સંકળાયેલા કલાકાર-કસબીઓને પ્રાથમિકતા આપતું આવ્યું છે.
ચાલો આજે આપણે એક એવી હીરોઇનના જન્મદિનની ઉજવણી કરીએ જેણે માત્ર ગુજરાતી જ નહીં, હિન્દી ફિલ્મ અને નાટ્યજગતમાં પણ આગવું સ્થાન મેળવ્યું છે.
બર્થડે સેલિબ્રેશનનો વિડિયો જોવા લિન્ક પર ક્લિક કરો
જી, કુળ દીપાવે એ દીકરી, ધરતીનો છેડો ઘર જેવી અનેક ઢોલિવુડની ફિલ્મો ઉપરાંત ધ કિલર કૌન હૈ વો જેવી હિન્દી, ભોજપુરી ફિલ્મોમાં નામના મેળવનાર કેયુરીએ તાજેતરમાં સાઉથ આફ્રિકા ખાતે બાયોપિક રિઝવાનનું શૂટિંગ પૂરૂં કર્યું છે. માત્ર ફિલ્મો જ નહીં, થિયેટર અને ટેલિવિઝનમાં પણ કેયુરી શાહની પ્રતિભા જોવા મળી છે. ગુજરાતી, અંગ્રેજી, મરાઠી, હિન્દી અને તમિલ ભાષા પર પ્રભુત્વ ધરાવતી કેયુરીએ પરિવારજનો અને મિત્રો સાથે સોમવારે (5 મે 2019) એનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો.
હકીકતમાં કેયુરીએ એક જ દિવસમાં ત્રણવાર કેક કાપી જન્મદિવસની ઉજવણી કરી હતી. આજના ટ્રેન્ડ મુજબ રાત્રે બાર વાગ્યે નવા દિવસની શરૂઆત સાથે અંગત મિત્રોએ કેક કાપી કેયુરીને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. તો પરિવારજનોએ દિવસના સમયે બર્થડે કેક કાપી કેયુરીને આશીર્વાદ આપ્યા. જ્યારે સોમવારે સાંજે મિત્રો સાથે જન્મદિનની ઉજવણી કરી હતી.