ગુરુવારે પત્રકારો માટે આયોજિત એક ખાસ કાર્યક્રમમાં કેટરિના કૈફ અને વિજય સેતુપતિની ઉપસ્થિતિમાં નિર્માતાએ એક મજેદાર ગીત તેરી નઝર તૂફાનને લૉન્ચ કર્યું હતું.
શ્રીરામ રાઘવન દિગ્દર્શિત અને કેટરિના કૈફ અને વિજય સેતુપતિ અભિનીત ફિલ્મ મેરી ક્રિસમસની કથા ક્રિસમસની પૂર્વ સંધ્યાએ બનેલી ઘટના આધારિત છે. ફિલ્મ 12 જાન્યુઆરીના રિલીઝ થઈ રહી છે. ગીતની સાથે નિર્માતાઓએ હિન્દી અને તમિલ વર્ઝનના ટ્રેલર પણ મુબઈ ખાતે આયોજિત પ્રમોશનલ ઇવેન્ટમાં લૉન્ચ કર્યા હતા. કાર્યક્રમમાં કેટરિના કૈફ, વિજય સેતુપતિ, દિગ્દર્શક શ્રીરામ રાઘવન, સંજય કપૂર, નિર્માતા કુમાર તૌરાની અને સંજય રાઉત્રે ઉપસ્થિત રહ્યા હતા.
જાણીતા સંગીતકાર પ્રીતમ ચક્રવર્તી દ્વારા કમ્પોઝ કરાયેલા નઝર તેરી તૂફાનમાં ટ્રેડિશનલ અને કન્ટેમ્પરરી મ્યુઝિકનું સુંદર મિશ્રણ જોવા મળે છે. તો ગીતને પાપોને એના અવાજથી ઓર મધુર બનાવ્યું છે.
ફિલ્મના હિન્દી વર્ઝનમાં કેટરિના કૈફ, વિજય સેતુપતિ ઉપરાંત સંજય કપૂર, વિનય પાઠક, પ્રતિમા કાઝમી, ટીનુ આનંદ, અશવિની કાલસેકર અને રાધિકા આપ્યે મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે તમિલ વર્ઝનમાં કેટરિના અને વિજય સાથે રાધિકા સરથકુમાર, ગાયત્રી, શનમુંગરાજન, કવિન જય બાબુ અને રાજેશ વિલિયમ્સ જોવા મળશે.
રમેશ તૌરાની, સંજય રૌદ્રે, જયા તૌરાની અને કેવલ ગર્ગ દ્વારા નિર્મિત મેરી ક્રિસમસ માટે ટિપ્સ ફિલ્મ્સ અને મેચબૉક્સ પિક્ચર્સે પહેલીવાર સાથે હાથ મેળવ્યા છે.
ગીત સાંભળવા નીચેની લિન્ક પર ક્લિક કરો