તુ ઝૂઠી મૈં મક્કારમાં કાર્તિક આર્યન ખાસ ભૂમિકામાં જોવા મળશે

કાર્તિક આર્યનના ચાહકો માટે આ ફિલ્મની ભૂમિકા ખાસ સરપ્રાઇઝ હશે.

બૉલિવુડના ચાહકો માટે, ખાસ કરીને કાર્તિક આર્યનના ફૅન્સ માટે આનંદના સમાચાર છે. અનેક હિટ ફિલ્મો આપનાર કાર્તિકની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ શહઝાદે દર્શકોને ખાસ આકર્ષી શકી નહોતી. આમ છતાં કાર્તિકનો ક્રેઝ ઓછો થયો નથી.

હવે કાર્તિક લવ રંજનની આગામી ફિલ્મ તુ ઝૂઠી મૈં મક્કારમાં ખાસ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના મુખ્ય કલાકારો છે રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર. જોકે ફિલ્મના દિગ્દર્શક લવ રંજન સાથે કાર્તિકના ખાસ સંબંધો છે. કાર્તિક આર્યનના ચાહકો માટે આ ફિલ્મની ભૂમિકા ખાસ સરપ્રાઇઝ હશે.

ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર ઉપરાંત ડિમ્પલ કાપડિયા, બોની કપૂર અને અનુભવ સિંહ બસ્સી મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 8 માર્ચે રિલીઝ થઈ રહી છે

Exit mobile version