કંડોલિયા ફિલ્મ્સ લાવી રહી છે પારિવારિક મ્યુઝિકલ ફિલ્મ ‘સાત ફેરા’

ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ ગુજરાતના રમણીય લોકેશન પર કરવામાં આવશે

હિન્દુ લગ્નવિધિમાં સાત ફેરાનું અદકેરૂં મહત્ત્વ છે. એટલું જ નહીં, અગ્નિ દેવની સાક્ષીએ લેવાતા દરેક ફેરા અલગ મહાત્મ્ય પણ ધરાવે છે. આપણી લગ્નની વિધિમાં સાત ફેરા કેમ આટલા મહત્ત્વના છે એ વાતને કેન્દ્રમાં રાખી કંડોલિયા ફિલ્મ્સ એક પારિવારિક મ્યુઝિકલ ફિલ્મ સાત ફેરા લઈને આવી રહ્યા છે. ફિલ્મનું મુહૂર્ત ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે કરવામાં આવ્યું હતું.

અગાઉ સાજન પ્રીતની જંગમાં થશે જીત, હવે ક્યારે મળીશું અને હું છું ને જેવી સફળ ફિલ્મો બનાવી ચુકેલી કંડોલિયા ફિલ્મ્સે મારા મલકના મેના રાણી જેવું સુપરહિટ આલ્બમ પણ ગુજરાતના સંગીત પ્રેમીઓને આપ્યું છે.

ફિલ્મનું મુહૂર્ત રાહુલ વેગડ લિખિત ગીતને સંગીત દિગ્દર્શક મનોજ વિમલે સ્વરબદ્ધ કરી કર્યું હતું. અશોક ગોસ્વામીની પટકથા અને પરેશ વ્યાસના સંવાદ ધરાવતી ફિલ્મની સિનેમોટગ્રાફી રાજુ જામની છે. તો નૃત્ય દિગ્દર્શન માધવ કિશન કરી રહ્યા છે.

હર્ષદ કંડોલિયા અનમે ખુશ્બુ શાહ દ્વારા નિર્મિત અને હર્ષદ કંડોલિયા દિગ્દર્શિત ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં ગુજરાતના વિવિધ રમણીય લોકેશન પર કરવામાં આવશે.  

Exit mobile version