વિશ્વ વિખ્યાત કલાકાર ચાર્લી ચેપ્લિનના જન્મદિવસ 16 એપ્રિલ, 2023ના ગોરેગાવ સ્થિત ફિલ્મ સિટી ખાતે આવેલા બૉલિવુડ પાર્ક ખાતે અનોખી રીતે ઉજવણી કરી હતી. કાર્યક્રમનું આયોજન પ્રવીણ કામટે અને જુનિયર શાહરુખ ખાન રાજુ રહિકવાર અને તેમની ટીમે કર્યું હતું. રવિવારે યોજાયેલા કાર્યક્રમમાં ચાર્લી ચેપ્લિનના દસ લૂક અલાઇકની સાથે રાજુ પણ સામેલ હતો. ઉપસ્થિત રહી દર્શકોનું મનોરંજન કર્યું હતું.
રાજુ રહિકવાર માત્ર બલિવુડ પાર્ક ખાતે જ નહીં, દેશ-વિદેશમાં અનેક સ્થળે મનોરંજન કાર્યક્રમ કરતા હોય છે. તેમની ટીમમાં બૉલિવુડના લગભગ તમામ સ્ટારના લૂક અલાઇક છે જેઓ વિવિધ કાર્યક્રમમાં દર્શકોનું મનોરંજન કરવા ઉપસ્થિત રહે છે.