આને કહેવાય બૉસ : પરિવાર, મિત્રો અને કર્મચરીઓને લંડન લઈ જઈ ઉજવ્યો જન્મદિવસ

લંડનમાં ડાન્સરો પર પાઉન્ડની નોટો ઉછળતાં સ્થાનિક અંગ્રેજો આશ્ચર્યચકિત થઈ ગયા

પર્લ ગ્રુપ ઑફ કંપનીઝના ચેરમેન અને સીએમડી તથા સિને બસ્ટર મેગેઝિનના મુદ્રક, પ્રકાશક અને કાર્યકારી સંપાદક રોની રોડ્રિક્સે તેમના પરિવાર ઉપરાંત તમામ કર્મચારીઓ સાથે જન્મદિવસની ઉજવણી લંડનમાં ઉજવવાનું નક્કી કર્યું. લંડન સ્થિત ઓર્ચિડ હોટેલના બેંકવેટમાં સવારથી પાર્ટીનો માહોલ હતો. ઉપસ્થિત મહેમાનોના મનોરંજન માટે ખાસ મુંબઈથી ડીજે એલેક્સને ખાસ લંડન બોલાવ્યો હતો. ઉપરાંત સ્થાનિક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ પણ ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.

યુકેની ચાર મશહૂર ડાન્સરો આમંત્રિત મહેમાનો સાથે દિલથી ડાન્સ કરી રહી હતી. રોનીએ પણ હિન્દી ફિલ્મોના જાણીતા ગીતો પર ડાન્સ કરી બધાને ખુશ કરી દીધા. એટલું જ નહીં, ડાયરામાં જેમ રૂપિયાની નોટો ઉછળતી હોય તેમ રોનીએ પાઉન્ડની નોટો ઉછળતા સ્થાનિક ગોરાઓ અચંબિત થઈ ગયા હતા.

Exit mobile version