વિશ્વભરમાં સૌથી વધુ જોવાયેલી સિરીઝ ગેમ ઑફ થ્રોન્સના હીરો જૉન સ્નોની બંને ગર્લફ્રેન્ડ ભારત ફરવા આવી છે. આ બંને અભિનેત્રીઓ છે મધર ઑફ ડ્રેગન ડેનેરિયસ ટાયગેરિયનનું પાત્ર ભજવનાર એમિલિયા ક્લાર્ક અને વાઇલ્ડલિંગનું પાત્ર ભજવતી અભિનેત્રી રોઝ લેસ્લી. બંને કલાકાર ભારતમાં વેકેશન માણી રહી છે.
બંને અભિનેત્રી ૠષિકેશમાં કુદરતી સૌંદર્યની સાથે આધ્યાત્મને પણ માણી રહી છે. પરંતુ ત્યાંના વાંદરાઓએ મધર ઑફ ડ્રેગનના રૂમમાં હલ્લાબોલ મચાવ્યું હતું. એમિલિયાએ એની ૠષિકેશની મજેદાર ટ્રિપનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
એમિલિયાએ એનો પૂજા કરતો ફોટો મુકવાની સાથે બંને અભિનેત્રઓએ ગળામાં રૂદ્રાક્ષની માળા પહેરેલો ફોટો પણ અપલોડ કર્યો હતો. ફોટાના કેપ્શનમાં એણે લખ્યું હતું, નમસ્તે ઇન્ડિયા, આ કોઈ જાહેરખબર નથી, માત્ર બે યુવતીઓ ભારતમાં છે, શાંતિથી. પરંતુ શાંતિનો ભંગ કરી રહ્યા છે અહીંના વાનરો.