ચિત્રાંગન ફિલ્મ્સ (ઉદેપુર)ની પ્રથમ ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત તાજેતરમાં આણંદ ખાતે કરવામાં આવ્યું હતું. ગણપત શર્મા અને કિરીટ પટેલ દ્વારા નિર્મિત ફિલ્મમાં ગુજરાતના જાણાતા કલાકારો કામ કરી રહ્યા છે. ફિલ્મ અંગે જણાવતા પ્રોડક્શન ડિઝાઇનર જિતેન પરીખે જણાવ્યું કે, આ એક સામાજિક કથા પર આધારિત ફિલ્મ છે અને દર્શકો પરિવાર સાથે બેસીને ફિલ્મની મોજ માણી શકશે. ફિલ્મની કથા ગુજરાતી-ભોજપુરી ફિલ્મોવના જાણીતા લેખક કેશવ રાઠોડે લખી છે. ફિલ્મનું શૂટિંગ આણંદ ઉપરાંત ઉદેપુર અને માઉન્ટ આબુના નયનરમ્ય લોકેશન પર કરવામાં આવશે.
શબ્બીર શેખ દિગ્દર્શિત ફિલ્મના ડીઓપી છે મનીષ વ્યાસ. કિરીટ પટેલ દ્વારા પ્રસ્તુત ફિલ્મનું શૂટિંગ એક જ શિડ્યુલમાં પૂરૂં કરવામાં આવશે.