ન્યુઝ ચૅનલ, અખબાર, સોશિયલ મીડિયા હોય કે અન્ય કોઈ માધ્યમ, દરેકમાં કોરોનાએ મચાવેલા હાહાકારના સમાચાર સિવાય મનને શાતા આપતા સમાચાર જોવા-વાચવા મળતા નથી. આવા સમયમાં કોઇક ખૂણે એક મજેદાર સમાચાર જોવા મળે તો દિલ બાગ બાગ થઈ જાય. અને આવા એક સમાચાર આવ્યા છે શેમારૂમી તરફથી. વાત એક ગુજરાતી ફિલ્મ સ્વાગતમની છે. ગુજરાતી ફિલ્મોના સ્ટાર મલ્હાર ઠાકર, કથા પટેલ, ઓજસ રાવલ, વંદના પાઠક, રૂપા મહેતા, જય ઉપાધ્યાય અને ચેતન ધનાણીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી રહસ્યમય રૉમકૉમ દર્શકો શેમારૂમી ઍપ પર જોઇ શકાશે. આજના લૉકડાઉનના કપરા કાળમાં ઘરમાં રહી મનોરંજનના મહાથાળનો આસ્વાદ માણી શકાશે.
ભરત સેવકના પ્રોડક્શન હાઉસ ટેરાબેન્ટો દ્વારા નિર્મિત ફિલ્મના સહનિર્માતા છે એનજે પ્રોડક્શન હાઉસના દિવ્યેશ દોશી. જ્યારે દિગ્દર્શક છે કૅશ ઑન ડિલિવરી, શરતો લાગુ અને સારાભાઈ ફૅમ નીરજ જોશી.
ફિલ્મના કેન્દ્રમાં છે લગ્ન પ્રથાના કટ્ટર વિરોધી લેખક-વિવેચક માનવ (મલ્હાર ઠાકર). જોકે પ્રેમિકા જાન્હવી (કથા પટેલ) માનવ સાથે લગ્ન કરવાની જીદ કરે છે ત્યારે માનવ જાન્હવીના પોર્ટુગલ સ્ટાઇલના બંગલા મેડહાઉસ આવે છે જ્યાં ગેટ પર લખેલું છે વેલકમ ટુ મેહતાસ. મહેતા પરિવારના સભ્યો પણ અત્યંત પ્રેમાળ છે, મળનાર તેમનાથી પ્રભાવિત થયા વગર રહે નહીં. પણ સિક્કાની બીજી બાજુ પણ છે. પ્રેમાળ પરિવારની બીજી બાજુ રહસ્યથી ભરપુર છે. માનવ સામે પણ એક પછી એક રહસ્ય ખૂલતા જાય છે અને… રહસ્ય, રોમાંચ અને કૉમેડીની સાથે લવસ્ટોરીનો અદભુત સમન્વય એટલે સુસ્વાગતમ.
આ મજેદાર ફિલ્મનું થિયેટર પહેલાં આપના મનોરંજન માટે ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી પર 20 મે 2021થી સ્ટ્રીમિંગ થશે.
ટ્રેલર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો