આ છે રામાનંદ સાગરની પ્રપૌત્રી સાક્ષી ચોપરા

રામાયણના સર્જક રામાનંદ સાગરની પ્રપૌત્રી આજકાલ ચર્ચામાં છે

લૉકડાઉન દરમિયાન ધૂમ મચાવનાર સિત્તેના દાયકાની લોકપ્રિય સિરિયલ રામાયણના સર્જક રામાનંદ સાગરની પ્રપૌત્રી આજકાલ ચર્ચામાં છે. તાજેતરમાં એના ફોટા વાયરલ થયા બાદ દરેક એની ગ્લેમરસ અદા પર ફિદા થયા છે. એના ફોટા જોઇ જાણે એવું લાગી રહ્યુ છે કે એ માત્ર બૉલિવુડની જ નહીં, હૉલિવુડની હીરોઇનો કરતા પણ વધુ સ્ટાઇલિશ છે.

તાજેતરમાં સાક્ષી મુંબઈના રસ્તા પર જોવા મળી હતી, પિન્ક કલરના ડ્રેસમાં એ કોઈ ઇવેન્ચમાં હાજરી આપવા જઈ રહી હતી. સાક્ષી ચોપરા સોશિયલ મીડિયી પર ઘણી એક્ટિવ છે અને અવારનવાર એના હૉટ ફોટોગ્રાફ્સ અને વિડિયો શેર કરતી હોય છે. સાક્ષીની લોકપ્રિયતાની વાત કરીએ તો એના લગભગ પાંચ લાખ જેટલા ફોલોઅર્સ છે.

ઉલ્લેખનીય છે કે સાક્ષી ચોપરા રામાનંદ સાગરની પૌત્રી અને ટીવી  નિર્માત્રી મીનાક્ષી સાગરની દીકરી છે. સાક્ષીએ લંડનની ટ્રિનિટી સ્કૂલમાં અભ્યાસ પૂરો કર્યા બાદ કૅલિફોર્નિયાની ધ લી સ્ટ્રેસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટીટ્યુટથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો છે.

Exit mobile version