ગુજરાતી સિનેપ્રેમીઓ માટે એક્શન, ઇશ્ક અને દગાની ઝંઝાવાતી વાર્તા લઈને આવી રહી છે નવી એકશન-રોમેન્ટિક ફિલ્મ દિલ દિલબર અને દગો. સંવેદના ફિલ્મ્સ (સુરત)ના બેનર હેઠળ, શરદ દેસાઈ અને મહેશ કે શાહના સથવારે તૈયાર થતી આ ફિલ્મનું ધમાકેદાર એલાન થઈ ચૂક્યું છે.
એકશન રોમેન્ટિક સ્ટાર સંજય દેવ (બોબી)ની આગવી સ્ટાઈલ અને દમદાર હાજરી સાથે, ફિલ્મને લખી-દિગ્દર્શિત કરી છે મનોજ નથવાણીએ. ફિલ્મનું શૂટિંગ આગામી માર્ચ-એપ્રિલ મહિનામાં સુરતના કામરેજ, વેલંજા, વેસુ, વર્ક અને ડુમસ ઉપરાંત કિલ્લા પારડી, દમણ, વાંસદા અને સાપુતારાના નયનરમ્ય લોકેશન્સ પર થવાનું છે.
સંજય દેવ સાથે લોકલાડીલા કલાકારો કમલેશભાઈ ભરવાડ, વિનુભાઈ કાનાણી અને વિપુલ પટેલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. હર્ષ રાજ પટેલ, મોની પટેલ, ડૉ. નિશા ખાન, જિગીષા શાહ સહિતના કલાકારો ફિલ્મને મજબૂત આધાર આપે છે. એકશન કિંગ ફાઇટ માસ્ટર ઈરફાન પીરઝાદા અને જ્હોની માસ્ટરની જોડીએ જોરદાર એકશન ગોઠવ્યું છે, જ્યારે રાજેશ નરેનુ સંગીત અને નૃત્ય ઇશ્ક-મોહબ્બતના ચાહકોને વારંવાર સિનેમાહોલ સુધી ખેંચી લાવશે.
દગો, દિલ અને દિલબર… આ ત્રિકોણી કહાની બનશે આગામી મોટી ચર્ચા!







