ગંગુબાઈમાં આલિયા ભટ્ટનો જબરજસ્ત અવતાર જોવા મળશે
લાંબા અરસાથી સંજય લીલા ભણશાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડીની રાહ જોવાઇ રહી હતી. ફિલ્મનું આજે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જ્યારે ફિલ્મ ૨૫ ફેબ્રઆરીએ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.
ટ્રેલરમાં આલિયા ભટ્ટનો જબરજસ્ત અવતાર જોવા મળે છે. ટ્રેલરથી જ અંદાજો આવે છે કે આલિયા આ વખતે મોટા પરદે સુનામી લાવશે. આલિયાની કરિયરની શ્રેષ્ઠ ફિલ્મમાની એક બની રહેશે.
ટ્રેલરમાં વિજય રાજ પણ એક અલગ અંદાજમાં જોવા મળે છે. તો અજય દેવગણ લાલાના અવતારમાં ઢાસુ દેખાય છે.
એક માસૂમ છોકરીથી લઈ રેડલાઇટ એરિયાની ક્વીન બનવા સુધીની સફર દર્શાવવામાં આવી છે.

ગુજરાતના કાઠિયાવાડમાં રહેતી ગંગુબાઈ હકીકતમાં એક વકીલ પરિવારનું સંતાન હતી. પરંતુ નાની વયે એક છોકરા સાથે ભાગીને મુંબઇ આવે છે. અહીં એને એક કોઠામાં વેચી દેવાય છે.
જોકે એક સામાન્ય રૂપજીવિની તરીકે જીવન વિતાવતી ગંગુબાઈ સમયાંતરે કમાઠીપૂરમાં અનેક કોઠા ચલાવે છે. એ ગંગુબાઈ કોઠાવાળી તરીકે વિખ્યાત થાય છે.
હુસેન ઝૈદી લિખિત પુસ્તક ધ માફિયા ક્વીન ઑફ મુંબઇ પર આધારિત છે.