ગાંધીજી પરની ફિલ્મો પિક્લ ટેકનોલોજીથી ૫૦૦થી વધુ વર્ષ સુધી સાચવી શકાય તે માટે ગાંધી ફિલ્મ્સ ફાઉન્ડેશન (જીએફએફ) અને પિકલ નોર્વે સાથે સહયોગ કરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીજી ૧૫૨મી જન્મજયંતી નિમિત્તે મુંબઈમાં ગાંધી ફિલ્મ્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતિન પોતદાર અને ડ્રામેન, નોર્વેના પિકલ, એએસના મેનેજિંગ ડાયરેક્ટર રુને જેરકેસ્ટ્રેન્ડ દ્વારા સંયુક્ત રીતે આ જોડાણની ઘોષણા કરવામાં આવી હતી.
ભારતમાં લાંબા સમય સુધી સંવર્ધન માટે પિકલ પ્રક્રિયાથી સ્કેન્ડ ફિલ્મ્સનો ડિજિટલ ડેટા સાચવવા માટે ભારતમાં આ પ્રકારનો પ્રથમ પ્રયાસ છે. ગાંધી ફિલ્મ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ઉજ્જવલ નિરગુડકરે આ સહયોગ માટે પ્રયાસ કર્યા છે. અન્ય ટ્રસ્ટી સુભાષ જયકરે આ પ્રોજેક્ટ માટે બે ફિલ્મોની પસંદગી કરી છે. આ પ્રોજેક્ટ માટે પિકલ, નોર્વેના સમન્વયક ભારતના પિકલ એસોસિયેટ રમેશ બજાજ છે.

પ્રોજેક્ટ માટે બે ફિલ્મો પસંદ કરાઈ છે, જેમાં લંડનમાં ગોળમેજી પરિષદ પર આધારિત ૧૪ મિનિટની દસ્તાવેજી ફિલ્મ ઉપરાંત ગાંધીજીની સ્વિટઝર્લેન્ડ અને ઈટાલીની મુલાકાત અંગેની છે. આ દસ્તાવેજી માટે મોટા ભાગની ઓડિયો કન્ટેન્ટ અંગ્રેજીમાં છે. બીજી ફિલ્મ ભારતમાં ગુજરાતની ૧૨મી માર્ચ, ૧૯૩૦ની દાંડી યાત્રા પર ૧૧ મિનિટની દસ્તાવેજી છે. આ દસ્તાવેજીનો ઓડિયો હિંદી અને અંગ્રેજીમાં છે. આ ફિલ્મોના અધિકાર ફાઉન્ડેશન પાસે જ રહેશે.
પિકલ પ્રક્રિયા ૫૦૦ વર્ષથી વધુ આયુષ્ય ધરાવતી બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ પર ડિજિટલ ડેટા લખવાની નવી પેટન્ટેડ પ્રક્રિયા છે. વળી, નોર્વેમાં પિકલના આર્કટિક વર્લ્ડ આર્કાઈવ્ઝ (એડબ્લ્યુએ) ખાતે પેટા- શૂન્ય ઉષ્ણતામાનમાં રેકોર્ડ કરેલી ફિલ્મ સંગ્રહ કરવામાં આવે તો તેનું આયુષ્ય વધુ વધારી શકાય છે.
આ પહેલ વિશે નીતિન પોતદારે જણાવ્યું હતું કે ગાંધીજીની ફિલ્મોમાં મૂલ્યવાન બોધ છે, જેનું આપણી ભાવિ પેઢીઓ માટે સંવર્ધન કરવાનું જરૂરી છે. જો એમ નહીં કરાય તો આપણા દેશ પ્રત્યે અમારી ફરજમાં અમે નિષ્ફળ જઈશું એવું અમે માનીએ છીએ.
રુને જેરકેસ્ટ્રેન્ડે જણાવ્યું હતું કે અમે આ પ્રોજેક્ટને ટેકો આપવાની અને ભવિષ્ય માટે આ મૂલ્યવાન સાંસ્કૃતિક વારસાનું સંવર્ધન કરવાનો આનંદ છે.