ડૉ. જયંતીલાલ ગડાના નેતૃત્વ હેઠળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિમંડળ ઉદ્ધવ ઠાકરેને મળ્યું

22 ઓક્ટોબરથી થિયેટરો ખોલવાની મંજૂરી આપવાની કરી જાહેરાત

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ફિલ્મ ઉદ્યોગ અને નાટ્ય જગતના અગ્રણીઓ સાથે યોજાયેલી બેઠક બાદ જણાવ્યું હતું કે રાજ્યમાં સિનેમા હૉલ અને નાટચગૃહોને ૨૨ ઓક્ટોબરથી કોરોના વાઇરસનાફેલાવાને રોક્વા માટે આવશ્યક તમામ પ્રોટોકોલના પાલન સાથે ખોલવાની પરવાનગી અપાશે. એ સાથે તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી) જારી કરશે.

બેઠકમાં શિવસેનાના રાજ્યસભાના સભ્ય સંજય રાઉત, રાજ્યના ચીફ સેક્રેટરી સીતારામ કુંટે, ફિલ્મ નિર્માતા પેન સ્ટુડિયોના ડૉ. જયંતિલાલ ગડા, રોહિત શેટ્ટી પેન મરુધરના સંજય ચતર, કુનાલ કપૂર, મલ્ટિપ્લેક્સ એસોસિયેશન ઑફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને પવરના સીઈઓ કમલ જ્ઞાનચંદાની, આઈનોકસના આલોક ટંડન, સિનેપોલીસ ઈન્ડિયાના સીઈઓ દેવાંગ સંપટ અને કાર્નિવલ સિનેમાના સીઓઓ કુનાલ સાહની ઉપરાંત થિયેટર સાથે સળાયેલા મકરંદ દેશપાડે, મરાઠી અભિનેતા સુબોધ ભાવે, આદેશ બાંદેકર ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ મુખ્યપ્રધાને ૨૨ ઓક્ટોબરથી થિયેટર ખોલવાની પરવાનગી આપવાની જાહેરાત કરી હતી.

Exit mobile version