ડિમ્પલ કાપડિયાના મમ્મી બેટ્ટી કાપડિયાને હોસ્પિટલમાં દાખલ કરાયાં

બૉલિવુડની એક સમયની બૉબી ગર્લ ડિમ્પલ કાપડિયાની મમ્મી બેટ્ટીને ખારમાં આવેલી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. તેમને ૧૪ નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં અને હાલ આઇસીયુમાં તેમની સારવાર થઈ રહી છે.

રવિવારે સવારે અક્ષયકુમાર અને ટ્વિન્કલને હોસ્પિટલમાં જોતા અફવા ઉડી હતી કે ડિમ્પલ કાપડિયાને હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જોકે પાછળથી ખુલાસો થયો હતો કે હોસ્પિટલમાં ડિમ્પલનાં મમ્મી બેટ્ટીને દાખલ કરાયાં હતાં. ડિમ્પલે પણ એક ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે હું જીવતી છું અને મસ્ત છું. મારી માતા હોસ્પિટલમાં છે અને હવે તબિયત સારી છે. બધા તેમને માટે પ્રાર્થના કરે.

ડિમ્પલની આગામી ફિલ્મ છે ક્રિસ્ટોફર નોલનની ટેનેટ.

Exit mobile version