૨૮ ફેબ્રુઆરીના ફરી રિલીઝ થઈ રહી છે દિલ તો પાગલ હૈ

એ સમયે ફિલ્મને ત્રણ નેશનલ એવોર્ડ્સ મળ્યા હતા

યશરાજ ફિલ્મ્સ આ રોમેન્ટિક મહિનાનું સમાપન એની આઇકોનિક રોમાન્સથી ભરપૂર ફિલ્મ દિલ તો પાગલ હૈની રી-રિલીઝથી કરી રહ્યું છે. શાહરૂખ ખાન, માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર અભિનીત આ બ્લોકબસ્ટર ફિલ્મ ૨૮ ફેબ્રુઆરીના ફરી થિયેટરમાં જોવા મળશે.

યશ ચોપરા ના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ૧૯૯૭માં બોક્સ ઑફિસ પર છવાઈ હતી. એટલું જ નહીં, એ વરસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.
દિલ તો પાગલ હૈએ અનેક એવોર્ડ પોતાના નામે કર્યા હતા. જેમાં ત્રણ નેશનલ એવોર્ડ્સ, ૭ ફિલ્મફેર એવોર્ડ ઉપરાંત અનેક સન્માન એના નામે કર્યા હતા.
આ ફિલ્મનું હૃદયસ્પર્શી સંગીત, અદભુત ડાન્સ સિક્વન્સ અને યાદગાર સંવાદો આજે પણ ફિલ્મના રસિયાઓ ભૂલ્યા નથી.

Exit mobile version