દર્શકોને જકડી રાખે એવી ફિલ્મ હશે દિલ દોસ્ત અને દુનિયા

વારંવાર ફિલ્મ જોવાનું મન થાય એવા અવનવા દ્રશ્યોનો સમાવેશ પણ ફિલ્મની વાર્તામાં કરવામાં આવ્યો છે

દિલ દોસ્ત અને દુનિયા… ટાઇટલ પરથી આ કોઈ મસાલા ફિલ્મ હશે એવું તમને કદાચ લાગી શકે છે. પરંતુ દશેરાના શુભ દિવસે ફિલ્મના શુભારંભ પ્રસંગે ફિલ્મ દિલ દોસ્ત અને દુનિયા વિશે લેખક-દિગ્દર્શક મનોજ નથવાણીએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, યસ, ચોકકસ ફિલ્મ મસાલા મિક્સ તો છે જ પણ શરૂઆતથી અંત સુધી દર્શકોને જકડી તો રાખશે જ. એ સાથે વારંવાર ફિલ્મ જોવાનું મન થાય એવા અવનવા દ્રશ્યોનો સમાવેશ પણ ફિલ્મની વાર્તામાં કરવામાં આવ્યો છે જે ગુજરાતી ફિલ્મ જગતમાં આજ પહેલા ક્યારેય નહીં જોયા હોય. ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં કરવામાં આવશે. આ એલિમેન્ટને તમે સરપ્રાઈઝ કહો કે ચેન્જ, પણ દર્શકોને એ ખૂબ ગમી જશે એવો અમને વિશ્વાસ છે. કઈંક નવું, હટકે અથવા વિશેષ પીરસીએ તો જ દર્શકો થિયેટરમાં બેસીને ફિલ્મ જોતા હોય છે. અને એમના અનુરૂપ જ આ ફિલ્મ બનાવી રહ્યા છીએ.

ગુજરાતી ફિલ્મ ક્ષેત્રના અનુભવી અને ધુરંધર એવા નિર્માતા શરદ દેસાઈ તેમના ઓરો  કુલ ફિલ્મ્સના બેનર હેઠળ નિર્માણધીન દિલ દોસ્ત અને દુનિયા ફિલ્મનું સુકાન એવોર્ડ વીનર લેખક-દિગ્દર્શક મનોજ નથવાણી સંભાળી રહ્યા છે. ઓરોકુલ ફિલ્મ્સ સાથે યુવા અને જોશીલા એવા વ્યાવસાયિક જયમલ સિંહ વાઘેલા ફિલ્મના પ્રસ્તુતકર્તાની જવાબદારી સંભાળી રહ્યા છે. જ્યારે ફિલ્મના લાઈન પ્રોડયુસર જય મહેતાએ વધુમાં જણાવ્યું કે ટૂંક સમયમાં જ અમે ફિલ્મના કલાકાર-કસબીઓના નામની જાહેરાત કરશું.

Exit mobile version