ધાકડમાં કંગના રનૌતનો દશાવતાર

ફિલ્મમાં કંગનાના જબરજસ્ત ઍક્શન સીન જોવા મળશે

કંગના રનૌતની તમિલનાડુનાં મુખ્યપ્રધાન સ્વર્ગીય જયલલિતાની જીવની પર આધારિત ફિલ્મ થલાઇવી 10 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. ત્યાર બાદ 2022ના ફર્સ્ટ હાફમાં કંગનાની બે પાવરફુલ ઍક્શન ફિલ્મો ધાકડ અને તેજસ રિલીઝ થવાની છે. ધાકડનું શૂટિંગ પૂરૂં થઈ ચુક્યુ છે જ્યારે તેજસનું શૂટિંગ હાલ કરી રહી છે.

જાણવા મળ્યા મુજબ ધાકડમાં કંગનાના જબરજસ્ત ઍક્શન સીન જોવા મળશે. ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલી રહ્યુ છે અને થલાઇવી સાથે એનું ટીઝર રિલીઝ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

ધાકડ સાથે સંકળાયેલા સૂત્રએ જણાવ્યુ કે ફિલ્મમાં કંગના રનૌતના દસ અલગ લૂક્સમાં જોવા મળશે. ફિલ્મમાં હ્યુમન ટ્રાફિકિંગની વાત આલેખાઈ છે. જ્યારે કંગના એજન્ટની ભૂમિકામાં છે. હ્યુમન ટ્રાફિકિંગની ગેંગનો મુકાબલો કંગના કરી રહી હોવાથી એ તવાયફ, બાર ડાન્સર, એજન્ટ જેવા વિવિધ અવતારમાં જોવા મળશે.

ફિલ્મની ઍક્શન કૉરિયોગ્રાફી દેશ-વિદેશના ઍક્શન કૉરિયોગ્રાફરે કરી છે.  જેમાં ભારતમાં પરવેઝ શેખે ઍક્શન સિક્વંસ શૂટ કર્યા છે. જ્યારે બુડાપેસ્ટમાં અવેન્જર ફૅમ સિયાંગહો કી ઉપરાંત સ્થાનિક સ્ટંટ ટીમના જેલો કોસાએ કંગનાની સ્ટંટ સિક્વંસ કૉરિયોગ્રાફ કરી છે.

નિર્માતાઓએ ફિલ્મને ઢાંસુ બનાવવા કોઈ કસર છોડી નથી. ધાકડના સિનેમેટોગ્રાફર તરીકે વિશ્વવિખ્યાત જૅપનીસ ટેટ્સુઓ નગાટાની સેવા લીધી છે. વિશ્વવિખ્યાત સિનેમેટોગ્રાફર 75 વર્ષના ટેટ્સુઓ મૂળ જપાનના છે પણ વરસોથી ફ્રાન્સમાં રહે છે.

Exit mobile version