સની લિયોનીનું નવું ગીત આજે રિલીઝ થવાની સાથે વિવાદનો વંટોળ જાગ્યો છે. સરેગામાએ રિલીઝ કરેલાં ગીતનાં શબ્દો છે મધુબન મેં રાધિકા નાચે રે. ગીત રિલીઝ થયા બાદ સનીએ ટ્વીટર પર ચાહકોને પૂછ્યું કે તમે ગીત જોયું?
સનીના પૂછવાની સાથે જ લોકો ટ્વીટર પર સનીનાં ગીત પર નિશાન સાધવા લાગ્યા. એક યુઝરે લખ્યું કે આવા શબ્દો ધરાવતા ગીત પર બેહુદો ડાન્સ કરી ફરી અમારી લાગણીને ઠેસ પહોંચાડી છે.
ગીત જોઇને દર્શકો ભડકી ઉઠ્યા એનું કારણ છે ગીતના શબ્દો. સની લિયોનીએ મધુબન મેં રાધિકા નાચે ગીત 22 ડિસેમ્બરે રિલીઝ થયું અને કોન્ટ્રવર્સી શરૂ થઈ ગઈ. હકીકતમાં મધુબન મે રાધિકા નાચે પર સનીએ જે ડાન્સ કર્યો છે એ એકદમ ભદ્દો છે. ગીત જોનારાઓ આક્ષેપ કરી રહ્યા છે કે આ ગીત થકી સનીએ હિન્દુઓની લાગણી દુભવી છે. એ સાથે અનેક જણે ગીત પર પ્રતિબંધ મુકવાની માગણી કરી છે.
એક શખસે લખ્યું, વાહિયાત પર્ફોર્મન્સ. આ બધાને વેચવાને બદલે રાધા-કૃષ્ણની ભક્તિ કરતા શીખો. તમે બધાએ હિન્દુ ધર્મને મજાક બનાવી દીધો છે. એ સાથે આ ગીતને બૅન કરવાની માગણી કરી હતી.
મ્યુઝિક કંપની સારેગામા દ્વારા નિર્મિત ગીત કનિકા કપૂરે ગાયું છે. જ્યારે એના કમ્પોઝર છે શારિબ અને તોશી.
જે રીતે આ ગીત સામે આક્રોશ વ્યાપી રહ્યો છે એ જોઈ એવું લાગી રહ્યુ છે કે આગામી દિવસોમાં ગીત સામેનો વિરોધ ઉગ્ર બને એવી શક્યતા છે.