ગુજરાતી ફિલ્મ ચાલ જીવી લઇએના નિર્માતા રશ્મિન મજિઠિયાના પ્રોડક્શન હાઉસ કોકોનટ મોશન પિક્ચર્સની મુંબઈસ્થિત ઑફિસમાં છેલ્લા પાંચ વરસથી ગણેશજીની સ્થાપના થાય છે. જેટલા ધામધુમથી ગણપતિની સ્થાપના કરાય છે એટલા જ ઠાઠમાઠથી બાપાને વિદાય પણ આપવામાં આવે છે. આ વરસે પણ બાપાને વિદાય આપવા જબ્બર તૈયારી કરવામાં આવી છે.
મંગળવારે બપોરે ચાર વાગ્યે અંધેરીના લિન્ક રોડ પર આવેલા કોટિયા ભવનસ્થિત ઑફિસેથી વિસર્જન માટે નીકળશે. ગણપતિને વિદાય આપવા માટે ત્રણ હજારથી વધુ કલાકારો પર્ફોર્મ કરશે. જેમાં પુણેરી ઢોલના હજાર, નાશિક બેન્જોના દોઢસો, મુંબઈની દહી હંડી પથકના હજાર, ૨૦૦ જેટલા મહારાષ્ટ્રના લોકનૃત્ય કલાકારો ઉપરાંત જુહૂના દરિયા કિનારે મનમોહી લે એવા પર્ફોર્મન્સ માટે બસો જેટલા કલાકારો ઉપિસ્થત રહેશે.