ફિલ્મોના સુપ્રસિદ્ધ માર્શલ આર્ટ એક્સપર્ટ ચિતા યજ્ઞેશ શેટ્ટી આજકાલ ત્રણ ભાષાઓમાં બનનારી ફિલ્મ ધ રેજ ઑફ અર્જુનની ઍક્શન કૉરિયોગ્રાફી કરવામાં વ્યસ્ત છે એ સાથે વેદિક ફિલ્મ્સ અને એજ પ્રોડક્શન સાથે મળી આ ફિલ્મને પ્રેઝન્ટ પણ કરી રહ્યા છે. આ ફિલ્મ ત્રણ ભાષાઓમાં બની રહી છે. ફિલ્મનો લૂક એટલે કે રિલીઝ એક જ દિવસે એટલે કે 16 જુલાઈ 2021ના ત્રણ સ્થળે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું. સાઉથના સુપરસ્ટાર પુનીત રાજકુમાર દ્વારા કન્નડમાં, રેમો ડિસોઝા દ્વારા હિન્દીમાં અને તમિલમાં વિજય સેતુપતિ દ્વારા રિલીઝ કરવામાં આવ્યું.
ચિતા યજ્ઞેશ શેટ્ટીએ ફિલ્મ અંગે જણાવતા કહ્યું કે, આ ડાન્સ પર આધારિત ઍક્શન ફિલ્મ છે. મારા દ્વારા ઍક્શન કૉરિયોગ્રાફી કરવામાં આવી છે જ્યારે ઍક્શન ડિરેક્ટર છે અંદલિબ પઠાન. ફિલ્મ આ વરસે જ રિલીઝ થશે.