દક્ષિણ ભારતની 10 વરસનો બહોળો અનુભવ ધરાવતી વિખ્ત ‘સેલિબ્રિટી હબ’ કંપની હવે મુંબઈના અંધેરી (પશ્ચિમ)માં આવેલાલોખંડવાલામાં ચીફ મેનેજિંગ ડિરેક્ટર ચૈતન્ય જંગા દ્વારા તેમની ઑફિસનો શુભારંભ કર્યો છે. આ અવસરે આરએમજીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પીવીએસ વર્મા,આરએમજીના સીઇઓ હરિ લીલા પ્રસાદ, મરાઠી અભિનેત્રી પ્રાજક્તા શિંદે સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. સેલિબ્રિટી હબ તમામ પ્રકારની ઇવેન્ટ માટેઆપને સેલિબ્રિટી ઉપલબ્ધ કરાવી આપશે. પછી કોઈ પાર્ટી હોય, બ્રાન્ડની ઑફિસ કે દુકાનનું ઓપનિંગ હોય કે કોઈ વિજ્ઞાપન કંપનીને મૉડેલ, ફિલ્મ કે ટીવી સ્ટાર,ક્રિકેટર કે અન્ય સ્પોર્ટના ખેલાડી જોઇતા હોય તો આ કંપની ઉપલબ્ધ કરાવી આપશે. તામ પ્રકારની સેલિબ્રિટી માટે અનેક જગ્યાએ ધક્કા ખાવાની જરૂર નહીં પડે,તમામ સેલિબ્રિટી માટે એક જ સ્થળ છે સેલિબ્રિટી હબ.
સેલિબ્રિટી હબ માન્યતા પ્રાપ્ત અને સન્માનિત કંપની છે, જેની બ્રાન્ડ પ્રચાર, કાર્યક્રમની પબ્લિસિટી માટે મૉડેલ પૂરા પાડવાની સાથે સમગ્ર આયોજનનેસફળતાની ટોચે પહોંચાડવાનો પ્રભાવશાળી ટ્રેક રેકૉર્ડ ધરાવે છે. આ બ્રાન્ડિંગ અને વિજ્ઞાપન ઉદ્યોગમાં દક્ષિણ ભારતની સૌથી માન્યતા પ્રાપ્ત નામ છે. માત્ર દસવરસની અંદર સેલિબ્રિટી હબે 66 હજારથી વધુ હસ્તીઓને વિભિન્ન કાર્યક્રમોમાં સામેલ કર્યા છે. વિજયવાડાના 44 વર્ષીય ચીફ મેનેજિંગ ડિરેક્ટર ચૈતન્ય જંગાએ આઅવસર પર કહ્યું હતું કે, અમે ગ્રાહકના બજેટ મુજબ તેમને સેલિબ્રિટી ઉપલબ્ધ કરાવીએ છીએ જેથી એમના કાર્યક્રમને ચાર ચાંદ લાગી શકે. જે ઉત્પાદનો, સામાનકે સેવાઓમાં યોગ્ય બ્રાન્ડિંગ નથી હોતું, એના વિકાસને યોગ્ય અવસર મળતો નથી. મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે કોઈ ઇવેન્ટમાં સેલિબ્રિટીને બોલાવવીહોય તો કોને મળવું અને કોની સાથે વાત કરવી, પરંતુ હવે મુંબઈમાં સેલિબ્રિટી હબ શરૂ થતાં આ પ્રકારની કોઈ તકલીફ સહન કરવી નહીં પડે. અહીં આવનારનેતેમના બજેટ મુજબ તમામ પ્રકારની સેલિબ્રિટી ઉપલબ્ધ થશે. સેલિબ્રિટી હબમાં યુએસએ, દુબઈ, મલેશિયા, બેંગકૉક, શ્રીલંકા વગેરે દેશોમાં આયોજિત થનારા તમામકાર્યક્રમો તથા અન્ય સ્ટેજ શો માટે સિને સ્ટાર્સ ઉપલબ્ધ કરાવવાની ક્ષમતા છે. ગયા વરસે એનો બિઝનેસ 162 કરોડથી વધુનો થયો હતો. આ વરસે સેલિબ્રિટી હબે279 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.