બોલ્ડ અભિનેત્રી પાયલ રોહતગી વિરૂદ્ધ પુણેમાં ગુનો નોંધાયો

પુણેમા નેહરુ અને ગાંધી પરિવારની બદનામી કરતો વીડિયો બનાવવા અને તેને સોશિયલ મીડિયા પર વહેતો કરી અભિનેત્રીએ ધાર્મિક લાગણી દુભાવવાના આરોપસર કોંગ્રેસની મહિલા પદાધિકારીની ફરિયાદને આધારે સાયબર પોલીસે પાયલ રોહતગી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
સ્થાનિક કોંગ્રેસી નેતાએ નોંધાવેલી ફરિયાદને આધારે સાયબર પોલીસે મંગળવારે આઇપીસીની કલમ ૧૫૩ (બે જૂથ વચ્ચે દુશ્મનાવટ પેદા કરવી), ૫૦૦ (બદનક્ષી), ૫૦૫ (૨) (જાહેર ટીકા કરતાં નિવેદનો) હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અભિનેત્રીએ અજાણી વ્યક્તિ સાથે મળીને મહાત્મા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને ગાંધી પરિવારના અન્ય સભ્યોની બદનામી કરતો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વહેતો કર્યો હતો.
દરમિયાન આ વીડિયોને પગલે કોંગ્રેસી નેતા સંગીતા તિવારીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો અને પાયલ રોહતગી સામે ગુનો દાખલ કરવાની માગણી કરી હતી.
અગાઉ ગુજરાતમાં સોસાયટીના સભ્ય સાથે વિવાદ કરવા બદલ પાયલની ધરપકડ થઇ હતી. ફિલ્મોમાં અભિનય ઉપરાંત પાયલે રિયાલિટી શૉ ‘બિગ બૉસ’માં કામ કર્યું હતું

Exit mobile version