એવા અનેક દૂષણો છે જેને કારણે આજની યુવા પેઢી બરબાદીના ખપ્પરમાં હોમાઈ રહી છે. આવું એક દૂષણ છે ડ્રગ્સ. આજે અનેક યુવાનો ડ્રગ્સના રવાડે ચઢી માત્ર પોતાની જાતને જ નહીં પૂરા પરિવારની સાથે દેશને પણ ખોખલો કરી રહ્યા છે. અહીં વાત ડ્રગ્સ પાછળ બરબાદ થઈ રહેલી યુવા પેઢીની વાત થઈ રહી છે. આજના યુવાનો બરબાદીના રવાડે ન ચઢે એ માટે ફિલ્મના માધ્યમથી સંદેશો આપતી ફિલ્મ બસ એક વારનું નિર્માણ પંચાણું વર્ષના નિર્માતા શનાભાઈ પટેલે કર્યું છે. ડ્રગ્સના રવાડે ચડતી યુવા પેઢીને લાલબત્તી દાખવતી ફિલ્મ ‘બસ એક વાર’ 27 ઓક્ટોબરે ગુજરાતની સાથે મુંબઈમાં પણ રિલીઝ થઈ રહી છે.
ફિલ્મના લેખક-દિગ્દર્શક સ્નેહલ શાહે જણાવ્યું કે, બસ એક વાર સમાજની સાથે યુવાનોને ડ્રગ્સની લત સામે ચેતવે છે. ફિલ્મ 27 ઓક્ટોબરના ગુજરાતની સાથે મુંબઈમાં પણ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનુ શૂટિંગ દક્ષિણ ગુજરાતના વાપી, દમણ, પારડી, અચ્છારી, વલવાડાના નયમરમ્ય લોકેશન પર કરવામાં આવ્યું છે.
ફિલ્મના મુખ્ય ક્લાકારોમાં સમીર પટેલ રાજની ભૂમિકામાં છે જ્યારે વાગલે કી દુનિયા ફેમ પ્રાપ્તિ શુક્લા ચાર્મીની ભૂમિકા ભજવી રહી છે. તો ડ્રગ્સ માફિયા ખાનસાબના પાત્રમાં શરદ શર્મા જોવા મળશે. ઉપરાંત ચેતન પરમાર, આવ્યા ઠક્કર, વિક્રમ સિહ, હર્ષા રાવલ અને વસંત પટેલ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જ્યારે ભોજપુરી ફિલ્મના ખૂંખાર વિલન ટાઈગર એક નાની પણ ધ્યાનાકર્ષક ભૂમિકામાં જોવા મળશે.
ફિલ્મનું ટ્રેલર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો