અનુપ જલોટા અને જ્હૉની લીવરને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નોબેલ ઍવોર્ડ એનાયત

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ કાઉન્સિલના ફાઉન્ડર સની શાહ છેલ્લા ચાર વર્ષથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નોબેલ ઍવોર્ડનું આયોજન કરી રહ્યા છે. આ વરસે જુહૂસ્થિત જુહૂ પ્રિન્સેસ હોટેલમાં ઍવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારતના દરેક રાજ્યના મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ઍવોર્ડમાં ફિલ્મ જગત ઉપરાંત ડોક્ટર, વકીલ, પત્રકાર, ન્યૂઝ ચૅનલના રિપોર્ટર, સંગીત, બિઝનેસમેન, સમાજસેવા સાથે સંકળાયેલા અનેક મહાનુભાવોને સન્માનીત કરવામાં આવ્યા હતા

આ વરસે પદ્મશ્રી અનુપ જલોટા, જસલીન મથારુ, એકતા જૈન, નિકિતા રાવલ, બ્રાઇટ એડવર્ટાઇઝિંગના યોગેશ લાખાણી, જ્હૉની લીવર ઉપરાંત અનેક જાણીતા લોકોને સન્માનિત કર્યા હતા. ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ કાઉન્સિલમાં ૩૧ હજારથી વધુ લોકો સંકળાયેલા છે. ભારતભરમાં ફેલાયેલી સંસ્થા સામાજિક કાર્યો કરે છે. મીડિયામાં આજતકના અમિત ત્યાગી, એનડીટીવી ઇન્ડિયાના ઇકબાલ પરવેઝ, ન્યુઝ ઇન્ડિયાના અભિષેક શર્મા અને ડિજિટલ સુકુનના સુધાંશુ કુમારને ઍવોર્ડથી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના અંતે જ્હૉની લીવરે મોબાઈલને કારણે લોકોના જીવનમાં જે ફેરફાર થયા છે એ અંગેના જોક્સ સંભળાવ્યા હતા.

Exit mobile version