અભિયાન એવા લોકો માટે શરૂ કરવામાં આવ્યું છે જેઓ આસાનીથી સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે
બોલિવૂડના જાણીતા અભિનેતા આયુષ્માન ખુરાના મુંબઈ પોલીસની નવી સાયબર સુરક્ષા અભિયાનનો ચહેરો બન્યો છે. આ અભિયાન એવા ખાસ લોકો માટે શરૂ કરવામાં આવ્યું છે જેઓ આસાનીથી સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે.
અભિયાન અંતર્ગત એક પ્રોમોશનલ વિડિયો દ્વારા ગાયક – અભિનેતા આયુષ્માન ઑન લાઇન વ્યવહાર સાવધાનીથી કરવાની સાથે ફ્રોડથી બચવા મહત્વની ટીપ્સ પણ આપે છે. મોટાભાગે જોવા મળ્યું છે કે સામાન્ય લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે. કારણ, તેમને આધુનિક ટેકનિકની જાણકારી હોતી નથી.
આ અભિયાન દ્વારા મુંબઈ પોલીસ ગાયક અભિનેતા આયુષ્માન ખુરાનાના સહયોગથી લોકોમાં જાગરૂકતા ફેલાવવા માગે છે.
સાયબર સુરક્ષા અંગે આયુષ્માન ખુરાનાએ જણાવ્યું કે, આજની તારીખમાં ઑનલાઇન ફ્રોડ અને સ્કેમની સંખ્યા ઘણી વધી હોવાથી સાયબર સુરક્ષાનું મહત્વ ઘણું વધી ગયું છે. એટલે લોકો સતર્ક અને જાગરૂક રહે એ જરૂરી છે. મુંબઈગરાને ચોવીસે કલાક સુરક્ષા પૂરી પાડતી મુંબઈ પોલીસ સાથે જોડાવું એ માટે માટે ગર્વની વાત છે. આ હેલ્પલાઇન અને પબ્લિક સેફ્ટી એનાઉન્સમેન્ટ લોકોમાં સાયબર ક્રાઈમથી બચાવવાની દિશા મહત્વનું પગલું છે.