ભારતીય સિનેમાના શ્રેઠ અદાકારો પૈકીના એક આશુતોષ રાણાએ ઔરંગઝેબની ભૂમિકાને અતુલ્ય રીતે રજુ કરેલ છે – મનુ પટેલ

વેબ સિરીઝ છત્રસાલના નિર્માતા મનુ પટેલ છત્રસાલ બનાવવાના તેમના ઉદ્દેશ અને હેતુ અંગે ખૂબ જ સ્પષ્ટ છે. વિશ્વના માનવ સમુંદાય ને મહારાજા છત્રસાલના જીવન મુલ્યો નો પરિચય કરાવવો અને ગૌરવવંતા ભારતીય ઇતિહાસના પુસ્ઠો માં વિસરાઈ ગયેલ મહારાજા છત્રસાલજી ની ત્યાગ,બલિદાન અને સ્વાત્રંત્ર સંગ્રામ ની કથાને પડદા પર પ્રદર્શિત કરવી.અને તેના માટે મહત્વના કલાકાર તથા પ્રોડક્શન ટીમ ની પસંદગી કરવી.
મનુ પટેલ નું જીવન શ્રી પ્રાણનાથજી ના પ્રબોધ થી પ્રેરિત છે જે બુંદેલ ખંડના મહારાજા છત્રસાલજીના પણ પથ દર્શક અને દિવ્ય પ્રેરણા સ્ત્રોત હતા.છત્રસાલજી ના જીવન કાર્યો અંગે વધુ પરિચય આપવા માટે તાજેતરમાં www.chhatrasal.com વેબ સાઈટ પણ લોન્ચ કરવામાં આવી છે.મધ્યપ્રદેશ ના પ્રમુખ શહેર પન્નામાં , મહારાજા છત્રસાલ નિર્મિત પ્રાણ નાથજી મંદિર આજે પણ દર્શનીય અને સૌના માટે પ્રેરણા સ્ત્રોત્ર છે.
ઔરંગઝેબના રોલ ના વખાણ કરતા તેઓએ જણાવ્યું હતું કે , “આશુતોષ રાણા ભારતીય સિનેમાના શ્રેષ્ઠ કલાકારોમાંના એક છે. જેમણે ઔરંગઝેબની ભૂમિકાને વધુ સારી રીતે નિભાવી છે. મહારાજા છત્રસાલ સામેના તેમના યુધ્ધો ઇતિહાસ મહાયુધ્ધોની શ્રેણી પૈકીના હતા. આશુતોષ રાણાએ તેમની ભૂમિકા અત્યંત પ્રમાણિકતા અને ગૌરવ સાથે પડદા પર રજૂ કરેલ છે.
“ઔરંગઝેબનો રોલ કરવો એક પડકાર હતો. હું નિર્માતા મનુ પટેલ સાથેના જોડાણથી ખુશ છું. અભિનેતા આશુતોષ રાણા કહે છે કે જે રીતે વેબસીરીઝ તૈયાર થઇ છે અને અમને જે લોક પ્રતિસાદ મળી રહ્યો છે તે ખૂબ જ ઉત્સાહ વર્ધક છે.
અમારો ઉદ્દેશ હિન્દુસ્તાનની ગૌરવગાથાઓને વિશ્વસમક્ષ રજુ કરવાનો છે છત્રસાલ તેમાંના એક છે. આ શોનો મૂળ હેતુ આપણા દેશના નાયકો વિષે યુવા પેઢીને નવું શીખવા અને ધગશપૂર્વક જીવનમાં આગળ વધવાની સમજ આપવા માટેનો છે.
મનુ પટેલ માત્ર નિર્માતા નહી પણ એન.આર.આઈ અને એક સ્વપ્નદ્રષ્ટા છે જેઓ ‘શ્રી પ્રાણનાથ વૈશ્વિક ચેતના અભિયાન’ રચવામાં નિમિત્ત બન્યા છે, જે ભારતીય સમાજના જરૂરમંદ લોકોને મદદ કરતી રહેતી અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલ છે. તેઓ ‘શ્રી પ્રાણનાથ મલ્ટીમીડિયા કો.ઓપરેટીવ સોસાયટી’ના સંયોજક છે, જેના નેજા હેઠળ ભારતીય પાત્રોને પડદા પર લાવવાનું કાર્ય કરે છે. ભારતના ઈતિહાસ પ્રત્યેના અપ્રતિમ પ્રેમથી તેમણે એક ટેલીવિઝન સીરીયલ “શ્રી પ્રાણનાથજી” બનાવેલ જે દર્શકોમાં પુષ્કળ લોકપ્રિય બની છે.
MX Player જે ફ્રી એપ છે તેના પર છત્રસાલ વેબ સીરીઝ જોઈ શકાય છે. ૨૦ એપિસોડની સિરીઝમાં આશુતોષ રાણા, નીના ગુપ્તા, જીતીન ગુલાટી, મનીષ વાધવા અને વૈભવી શાંડિલ્ય જેવાં કસાયેલા કલાકારો છે. આ વેબ સીરીઝનું નિર્દેશન અનાદિ ચતુર્વેદીએ કર્યું છે.

Exit mobile version