બહુમુખી પ્રતિભા ધરાવતા અપારશક્તિ ખુરાના જેના પાસ જરૂર અને એના પ્યાર જેવા ટ્રેન્ડિંગ ટ્રેક સાથે 2024 ગજવ્યું હતું. હવે 2025માં એના સંગીતના નવા પ્રોજેક્ટ સાથે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવા આવી રહ્યો છે. અભિનેતા-ગાયકે તાજેતરમાં એના આવનારા સિંગલ સોના મુખડાના ટીઝરને લૉન્ચ કર્યું હતું. વરસનું પહેલું વિવાહ સૉંગ ગણાતું આ ગીત 13 જાન્યુઆરીએ રિલીઝ થશે.
ભાવપૂર્ણ શબ્દો અને સુમધૂર સંગીતને કારણે સોના મુખડા લગ્ન સહિતના ઉત્સવ માટે એન્થમ બની શકે છે. ટી-સિરીઝ અને ગુલશન કુમારના બેનર હેઠળ નિર્મિત, રોચક કોહલી રચિત અને ગુરપ્રીત સૈની લિખિત ગીતમાં અનુપમા પરમેશ્વરન પણ જોવા મળશે.
અભિનય ક્ષેત્રે અપારશક્તિ ખુરાનાની ઓટીટી રિલીઝ બર્લિનની સફળતાની મોજ માણી રહ્યા છે. તો સ્ત્રી-2ના બિડ્ડુનું પાત્ર પણ દર્શકોની સાથે વિવેચકોએ વખાણ્યું છે. તો 2025માં પરેશ રાવલ અને વાણી કપૂર સાથે પારિવારિક ડ્રામા બદતમીઝ ગિલમાં જોવા મળશે. ઉપરાંત અપારશક્તિ ખુરાનાની બહુપ્રતિક્ષિત ડૉક્યુમેન્ટ્રી ફાઇડિંગ રામ પણ જોવા મળશે.
लिंक: https://www.instagram.com/reel/DEr8bWNi1bj/?igsh=MXRrdGZwM25nb21uNw==