અનુપમ ખેરે તેમના પિતા સાથેનો છેલ્લો ફોટો શેર કર્યો

ફોટા સાથે અનુપમે લખ્યું તેઓ કાશ્મીર જવા તડપી રહ્યા હતા પણ જઈ ન શક્યા

અનુપમ ખેરે હાલ કાશ્મીર ફાઇલ્સની ચારેકોર ચર્ચા ચાલી રહી છે ત્યારે તેમના પિતા સાથેનો એક ફોટો ટ્વીટર પર પોસ્ટ કરવાની સાથે લખ્યું, મારા પિતા પુષ્કર નાથજી સાથેનો મારો છેલ્લો ફોટો. ધરતી પરના સૌથી સરળ આત્મા. તેમના દયાભાવના દરેકને સ્પર્શી જતી. એક સાધારણ વ્યક્તિ. પરંતુ અસાધારણ પિતા. અનુપમે વધુમાં જણાવ્યું કે તેઓ કાશ્મીર પાછા જવા માગતા હતા પણ જઈ ન શક્યા. ધ કાશ્મીર ફાઇલ્સનું મારું પર્ફોર્મન્સ તેમને સમર્પિત છે.

ધ કાશ્મીર ફાઇલ્સની મારી ભૂમિકા પિતા પુષ્કર નાથજીને સમર્પિત છે

કાશ્મીર ફાઇલ્સ સમર્થકો અને વિરોધકો એમ બંને વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે. ફિલ્મમાં 1990માં કાશ્મીરી પંડિતોના થયેલા નરસંહાર અને તેમના પલાયનને દર્શાવવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અનુપમ ખેર સતત કાશ્મીરી પંડિતો માટે અવાજ ઉઠાવતા રહ્યા છે. તાજેતરમાં એક વિડિયો પણ શેર કરી કૅપ્શનમાં લખ્યું હતું, કાશ્મીરી હિન્દુઓના નરસંહાર બાદ 1993માં દિલ્હીમાં તેમને એક સમારંભમાં આમંત્રવામાં આવ્યા હતા. જ્યાં મને સન્માનિત કરવાની સાથે બે શબ્દ બોલવા જણાવ્યું. આ રહી એ સ્પીચ. મેં મારા જ દેશમાં રિફ્યુજીઓના અવાજ બનવાની હંમેશ કોશિશ કરી છે.

વિડિયોમાં અનુપમ કહે છે, જેમણે મજબૂરીથી તેમના ઘરો છોડવા પડ્યા, જ્યાં તેઓ બાળપણથી રહેતા હતા. આ ચહેરાઓની ચમકમાં, આ ચહેરાઓની કરચલીઓમાં, આ ચહેરાઓની આંખોના સૂનકારમાં અને આ હાસ્ય અને ખુશીઓમાં, મારી ટેલેન્ટ છે. હું આજે જે કંઈ પણ છું એ આ ચહેરાઓનું મિશ્રણ છું.

Exit mobile version