કઈ સ્ટાઇલ મારા પર શોભે છે? અનુપમનો ચાહકોને પ્રશ્ન

અમેરિકાથી આવ્યા બાદ અનુપમ ખેર હાલ સેલ્ફ ક્વૉરન્ટાઇનમાં સમય વ્યતીત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે સંપર્કમાં રહેતા અનુપમ ખેરે ગુરૂવારે તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ફની પોસ્ટ કરવાની સાથે યુઝર્સની સલાહ માગી હતી. અનુપમે એના અમુક ફોટોગ્રાફ શેર કર્યા હતા અને ચાહકોને પૂછ્યું હતું કે કઈ હેરસ્ટાઇલ એને વધુ સારી લાગશે.

ફોટો સાથે અનુપમે લખ્યું હતું, મને લાગે છે કે સેલ્ફ ક્વૉરન્ટાઇન અને લૉકડાઉન દરમ્યાન મારા વાળ વધી શકે છે. જો એવું થયું તો ત્મને શું લાગે છે, કઈ હેર સ્ટાઇલ મને સારી લાગશે? આ હસવાની વાત નથી, ગંભીર બાબત છે.આમ તો બધી સ્ટાઇલ સારી લાગે છે, છતાં… સેલ્ફ ક્વૉરન્ટાઇનની સાઇડ ઇફેક્ટ… કઈ પણ થઈ શકે છે.

Exit mobile version