સલમાન ખાનની બનેવી આયુશ શર્મા સાથેની ફિલ્મ અંતિમ : ધ ફાઇનલ ટુથ 26 નવેમ્બરે રિલીઝ થશે

ફિલ્મની વાર્તા બે વિરોધાભાસી વિચારસરણી ધરાવતા યુવાનોની છે

બે શક્તિશાળી પુરુષો સલમાન ખાન અને આયુષ શર્માના ખૂંખાર ઍક્શન ડ્રામા અંતિમ : ધ ફાઇનલ ટ્રુથનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા બે વિરોધાભાસી વિચારસરણી ધરાવતા યુવાનોની છે. જેમાં એક છે પોલીસ અધિકારી તો બીજો છે ગેંગસ્ટર. એને કારણે બંને વચ્ચે ભારે સંઘર્ષ થાય છે. ફિલ્મમાં એક સમર્પિત પોલીસ અધિકારીની યોજનાઓને નિષ્ફળ બનાવવાના કાવતરા થતાં રહે છે.

મોશન પોસ્ટરમાં આક્રમક આયુષનો ચહેરો નજરે પડે છે જે એની ખતરનાક નજરથી એના પ્રતિદ્વંદીનો સામનો કરવા તૈયાર છે. તો સલમાન ખાનના ચહેરાના ભાવ દર્શાવે છે કે એ કોઈ પણ હિસાબે પાછીપાની કરવા માગતો નથી અને વિજયી થવા કોઈ પણ હદે જવા તૈયાર છે.

સલમાન ખાન, આયુષ શર્મા અને મહિમા મકવાણા અભિનીત અંતિમ : ધ ફાઇનલ ટ્રુથનું દિગ્દર્શન મહેશ વી. માંજરેકરે કર્યું છે. ફિલ્મનું નિર્માણ સલમા ખાને કર્યું છે તો સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત ફિલ્મ ઝી સ્ટુડિયોઝ દ્વારા 6 નવેમ્બર, 2021ના થિયેટરોમાં રિલીઝ કરાશે.

Exit mobile version