અમિતજી સિવાય કોઈ પ્રોજેક્ટની કલ્પના સુદ્ધાં કરી શકતો નથી
બોલિવૂડમાં અનેક સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ નિર્માતા આનંદ પંડિત હવે મરાઠી અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યા છે. તેમની આગામી પારિવારિક કૉમેડી ફિલ્મ છે ફક્ત મહિલાઓ માટે. ફિલ્મના સહ નિર્માતા છે વૈશલ શાહ. ફિલ્મના મુખ્ય કલાકાર છે યશ સોની અને દીક્ષા જોશી.
જય બોડાસ દ્વારા દિગ્દર્શિત ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મહાનાયક અમિતાભ બચ્ચન. ફિલ્મમાં તેઓ મહેમાન ભૂમિકામાં હશે.
આણંદ પંડિત કહે છે કે, હું અમિતજી સિવાય કોઈ પ્રોજેક્ટની કલ્પના સુદ્ધાં કરી શકતો નથી. વરસોથી તેઓ મારા મિત્ર અને માર્ગદર્શક રહ્યા છે. મેં જ્યારે ફિલ્મમાં કેમિયો કરવા પૂછ્યું તો સ્ક્રિપ્ટ, ડિરેક્ટર વિશે પૂછ્યા વિના હામી ભરી દીધી. આ પહેલીવાર હશે કે અમિતજી કોઈ ગુજરાતી ફિલ્મમાં ગુજરાતી પાત્ર ભજવી રહ્યા હોય.
વિશાલ શાહ દ્વારા નિર્મિત ફિલ્મ ૧૯ ઓગસ્ટ, ૨૦૨૨ના રિલીઝ થશે.